કમીશ્નરે ચાર્જ સંભાળતા જ હપ્તાખોર પોલીસ કર્મચારીઓ ઈમાનદાર બની ગયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવાવ પોલીસ કમીશ્નર જી.એસ. મલીીકે ચાર્જ સંભાળતાંની સાથે જ બુટલેગરોમાં નામ નહી આપવાની શરતે જણાવ્યું છે કે જે પોલીસ કર્મચારીઓ હપ્તો લેવા માટે આવતા હતા તે હવે દારૂનું એક કવાર્ટર મળે તો પણ કેસ કરી રહયા છે.
પોલીસ કમીશ્નરના ડરથી હવે હપ્તાખોર પોલીસ કર્મચારીઓ પણ ઈમાનદાર થઈ ગયા છે. પોલીસ કર્મચારીઓ કોઈની ભલામણ ચલાવી લેતા નીથ. અને તમામ લોકો વિરૂધ કાર્યવાહી કરી રહયા છે. બુટલેગર રૂપિયા આપવાની વાત કરે ત પણ પોલીસ કર્મચારીઓ તેમની સામે લાલ આંખ કરી રહયા છે.
અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનમાં હવે દારૂના સૌથી વધુ કેસો થવા લાગ્યા છે. જેના કારણે કેટલાંક બુુટલેગરોએ પોતાનો ધંધો બંક કરી દીધો છે.