સ્કૂટર પર સ્ટંટબાજી કરતાં યુવકનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ધરપકડ કરી
અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસે સ્કૂટર પર ખતરનાક સ્ટંટ કરનારા મોહમ્મદ તનવીર નામના યુવકની ધરપકડ કરી છે. આ સ્ટંટનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ અને મોહમ્મદ તનવીરની ધરપકડ કરી લીધી. પોલીસે સ્ટંટમેન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોમતીપુરનો રહેવાસી ૧૮ વર્ષનો મોહમ્મદ તનવીર ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પોતાનું સ્કૂટર ચલાવી રહ્યો હતો. આ ઉપરાંત, તે રસ્તાની વચ્ચે વિચિત્ર વસ્તુઓ કરી રહ્યો હતો.
યુવકે સોશિયલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે આ બધું કર્યું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે પોલીસે વાયરલ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે મોહમ્મદ તનવીરે તેના મિત્ર મોહમ્મદ કૈફ સાથે મળીને ૨૨ એપ્રિલે અમદાવાદના ખામાશાથી ગોમતીપુર જવાના રસ્તા પર ચાલતા સ્કૂટર પરથી આ રીલ બનાવી હતી.
ટ્રાફિક પોલીસે મોહમ્મદ તનવીર સામે IPCની કલમ ૨૭૯ અને મોટર વ્હીકલ એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૮૧ હેઠળ કાર્યવાહી કરી અને કલમ ૨૦૭ હેઠળ એક્ટિવા જપ્ત કરી.આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈના જીવને જોખમમાં નાખીને રસ્તા પર વીડિયો ન બનાવો. જો તમે કોઈને આવો વીડિયો બનાવતા જુઓ તો તરત જ પોલીસને જાણ કરો. જેથી આવા લોકો સામે કાર્યવાહી કરી શકાય.SS1MS