પત્ની ગર્ભવતી થતાં જ પતિ કરી લે છે બીજા લગ્ન
નવી દિલ્હી, તમામ પ્રકારની વિવિધતાઓ હોવા છતાં, ભારતમાં લગ્નના બંધનને અતૂટ અને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાજસ્થાનમાં પહેલી પત્ની જીવતી હોય ત્યારે પણ પતિને ફરીથી લગ્ન કરવાની છૂટ છે. હા! તમે સાચું સાંભળ્યું. પત્નીને પણ પતિના બીજા લગ્નમાં કોઈ વાંધો નથી. તમામ પક્ષકારોની સંમતિથી વ્યક્તિ બીજી વાર લગ્ન કરે છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક ગામ છે,
જ્યાં પત્ની ગર્ભવતી થતાં જ પતિને ફરીથી લગ્ન કરવાનું લાયસન્સ મળી જાય છે. આ ગામનું નામ દેરાસર છે. આ ગામ બાડમેરના રણ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલું છે. દેરાસર ગામમાં સદીઓથી આ વિચિત્ર પ્રથા ચાલી રહી છે.
આ ગામમાં, જ્યારે કોઈ પરિણીત પુરુષની પત્ની ગર્ભવતી બને છે, ત્યારે તે વ્યક્તિ તરત જ ફરીથી લગ્ન કરી લે છે. નવાઈની વાત એ છે કે પત્ની કે તેના પરિવારને પતિના બીજા લગ્ન સામે કોઈ વાંધો નથી. આ પ્રથા હજુ પણ લોકો માટે આશ્ચર્યનો વિષય છે. હવે તમે વિચારતા જ હશો કે શું કારણ છે કે પત્ની પ્રેગ્નન્ટ થતાં જ પતિ બીજા લગ્ન કરી લે છે. વાસ્તવમાં બાડમેર જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર રણ વિસ્તાર છે.
અહીના છેવાડાના ગામડાઓમાં પાણીની ભારે તંગી છે. ઉનાળામાં અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. દેરાસર ગામમાં સામાન્ય રીતે માત્ર મહિલાઓ જ પાણી લાવવાનું કામ કરે છે. આ માટે તેમને તેમના ઘરથી દૂર જવું પડે છે.
આવી સ્થિતિમાં, જ્યારે મહિલાઓ ગર્ભવતી બને છે, ત્યારે તેમના માટે પાણી લાવવાનું શક્ય નથી હોતું, તેથી આ સમસ્યાનો સામનો કરવા માટે, પુરુષો તરત જ ફરીથી લગ્ન કરી લે છે. એક પરિણીત પુરુષ તેની પત્ની ગર્ભવતી થતાં જ બીજા લગ્ન કરે છે, જેથી ગર્ભવતી પત્નીને આરામ કરવાની તક મળી શકે. બીજી પત્ની ઘરના રોજીંદા કામ માટે પાણી લાવવાનું કામ કરે છે.
રાજસ્થાનમાં આવી ઘણી પ્રથાઓ પ્રચલિત છે જે પોતાનામાં જ વિચિત્ર છે. રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘણી પ્રથાઓ પણ વ્યવહારમાં છે.SS1MS