Western Times News

Gujarati News

AMTS વર્ધી બસનો સમય વધારાતાં બાળકો આનંદપ્રમોદ કરવા વધુ સમય વીતાવી શકશે

પ્રતિકાત્મક

શૈક્ષણિક પ્રવાસ બસનો સમય વધારાયો

અમદાવાદ, શહેરીજનો માટે એએમટીએસ એ આજે પણ બહુ મહ¥વનું જાહેર પરિવહનનું સાધન છે. એએમટીએસની કુલ ૧૩૫ રૂટ પર રોજની આશરે ૬૮૩ બસ રોડ પર દોડતી હોઈ પેસેન્જર્સને શહેરના ખૂણેખાંચરે જવા માટે સૌથી સસ્તી અને સારી બસ સેવા એએમટીએસ દ્વારા પૂરી પડાય છે. એએમટીએસના રોજના ૪.૨૫ લાખ પેસેન્જર્સથી તંત્રને રૂ.૨૧.૪૨ લાખની દૈનિક આવક મળી રહી છે.

એએમટીએસ દ્વારા વિવિધ પ્રકારની વર્ધી માટે પણ ખાસ બસ ફાળવવામાં આવે છે, જેમાં બાળકોનાં શૈક્ષણિક પ્રવાસ સારું અપાતી વર્ધી બસનો પણ સમાવેશ થાય છે. ભાજપના શાસકોએ બાળકોની સુવિધા માટે અપાતી બસનો સમય વધાર્યાે છે, જેના કારણે હવે બાળકો સાયન્સ સિટી કે કાંકરિયા લેકફ્રન્ટ જેવાં સ્થળોએ આનંદપ્રમોદ એ ગેલ-ગમ્મત કરવા વધુ વીતાવી શકશે.

એએમટીએસના નવનિયુક્ત ચેરમેન ધરમશી દેસાઈ આ અંગે વધુ માહિતી આપતાં જણાવે છે કે ગત તા.૧ જાન્યુઆરી, ૨૦૨૩થી તા.૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં ખાનગી અને મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શૈક્ષણિક પ્રવાસ માટે કુલ ૩૪ વર્ધી ફાળવાઈ હતી. આ વર્ધીમાં કુલ ૧૦૪ બસ તંત્ર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં ખાનગી શાળાનાં બાળકોની કુલ ૨૦ વર્ધી હતી, જ્યારે મ્યુનિસિપલ શાળાનાં બાળકો મિાટે કુલ ૧૪ વર્ધી હતી.

અત્યાર સુધીમાં ખાનગી અને મ્યુનિસિપલ શાળાનાં બાળકોને તેમની શાળાથી જુદી જુદી જગ્યાઓ જેવી કે સાયન્સ સિટી, કાંકરિયા લેકફ્રન્ટ વગેરે સ્થળોએ આવવા-જવા માટે અઢી કલાકનું લઘુત્તમ ભાડું લેવાતું હતું. તંત્ર દ્વારા અઢી કલાકના લઘુત્તમ ભાડા પેટે પ્રતિબસ રૂ.૧૫૦૦ લેવામાં આવતા હતા, જ્યારે ત્યારબાદની દર ૩૦ મિનિટ માટે રૂ.૫૦૦નો ચાર્જ લેવામાં આવતો હતો તેમ જણાવતાં એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈ વધુમાં કહે છે કે

હવે તા.૧૧ ડિસેમ્બરથી બાળકોના શૈક્ષણિક પ્રવાસની વર્ધી બસ માટે અઢી કલાકના બદલે ત્રણ કલાકનું લઘુત્તમ ભાડું રૂ.૧૫૦૦ લેવાશે. ત્યાર બાદ દર ૩૦ મિનિટ માટે રૂ.૩૦૦નો વધુ ચાર્જ વસૂલવામાં આવશે. આમ, આગામી સોમવારથી બાળકો માટે ત્રણ કલાકનું લઘુત્તમ ભાડું પ્રતિબસ રૂ.૭૫૦ રખાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા શ્રદ્ધાળુ માટે ધાર્મિક પ્રવાસ યોજના જાહેર કરાઈ હતી. ગત તા.૧૮ જુલાઈથી હિન્દુઓના પવિત્ર અધિક શ્રાવણનો પ્રારંભ થયો હતો.

હિન્દુઓના પવિત્ર મહિના નિમિત્તે એએમટીએસ સત્તાવાળાઓ દ્વારા હજારો શ્રદ્ધાળુઓ શહેરનાં વિભિન્ન મંદિરોમાં દર્શનાર્થે જઈ શકે તે માટે સાવ રાહતના દરે ધાર્મિક પ્રવાસ સેવા શરૂ કરવામાં આવી હતી. અધિક શ્રાવણ બાદના નિજ શ્રાવણ તથા નવરાત્રિમાં પણ શ્રદ્ધાળુઓ આખી બસ બુક કરાવીને શહેરના જાણીતાં મંદિરોમાં દર્શનાર્થે જઈ શક્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.