Western Times News

Gujarati News

નદી પરનો રેલવે બ્રિજ જર્જરીત થતા ટ્રેનની ગતિ ૨૦ની કરવાનો લેવાયો ર્નિણય

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, બ્રિજમાં રેતીને જગ્યાએ માટીનો વપરાશ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

(એજન્સી)ડીસા, બનાસકાંઠામાં બનાસ નદીના પટનો રેલવે બ્રિજ જર્જરીત થતા રેલવે અધિકારીઓ દોડતા થયા છે. રેલવે વિભાગે પેસેન્જર ટ્રેનની ગતી બ્રિજ પર ઘટાડી દીધી છે. As the railway bridge over the river was dilapidated, the decision was taken to increase the speed of the train to 20

બ્રિજ પર હવે પેસેન્જર ટ્રેન ૨૦ની સ્પીડ પર દોડશે. સાવચેતીના ભાગરૂપે જર્જરિત બ્રિજ પર હાલ પૂરતી માલગાડીને બંધ કરવામાં આવી છે. બનાસ નદીના પટમાં બનેલ મહેસાણા-દિલ્લી જાેડતો બ્રિજ પરનો પિલર જર્જરિત થયો છે. નદીનું પાણી ઘટતા પિલ્લરના સળિયા દેખાતા હતા.

રેલવેના અધિકારીઓએ બનાસ નદીના પટમાં આવેલ રેલેવે ટ્રેકની તપાસ હાથ ધરી હતી. તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા જ વર્ષ પહેલા બનાવવામાં આવેલો રેલવે બ્રિજ જર્જરીત થતા સ્થાનિકો અને કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા.

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, બ્રિજમાં રેતીને જગ્યાએ માટીનો વપરાશ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી પિલર ક્ષતિગ્રસ્ત થયો. મુખ્યમંત્રીને પત્ર લખી કોંગ્રેસે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.