કેદારનાથમાં હવામાન સાફ થતાં યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી
દહેરાદૂન, કેદારનાથ ધામ માટે આજથી યાત્રા સુચારુ રીતે શરુ થઈ ગઈ છે. આજે સીમિત સંખ્યામાં જ યાત્રીઓને ધામ માટે રવાના કરવામાં આવ્યા છે. કેદારનાથ ધામ જવાના રસ્તે ઠેર ઠેર ૨૦,૬૫૭ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા હતા. આજે હવામાન સાફ છે અને ધામમાં સંપૂર્ણ રીતે તડકો જાેવા મળી રહ્યો છે.
ત્યારે યાત્રાળુઓને કેદારનાથ ધામ ખાતે રવાના કરવામાં આવ્યા છે. બીજી તરફ, બરફ પણ પીગળી રહ્યો છે, જેના કારણે તંત્ર માટે પણ એક પડકાર સામે આવ્યો છે. જાે કે, સ્થાનિક તંત્રએ પણ આના માટે કમર કસી લીધી છે. હવામાનને જાેતા શ્રદ્ધાળુઓને પણ ભોલેનાથના દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે. સોનપ્રયાગથી અમેરિકી યાત્રાળુઓને આજે યાત્રા માટે આગળ મોકલવામાં આવી રહ્યાં છે.
કેદારનાથ ધામમાં કપાટ ખૂલ્યા બાદ અહીં સતત હિમવર્ષા થઈ રહી છે. ત્રીજી મેના રોજ કેદારનાથ ઘાટીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જેના કારણે યાત્રા એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ આજે યાત્રા શરુ કરી દેવામાં આવી છે. સોનપ્રયાગથી કેદારનાથ માટે પગપાળા યાત્રા શરુ કરવામાં આવી હતી. પૂરતી સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામમાં મોકલવામાં આવી રહ્યાંછે.
રુદ્રપ્રયાગના એસપી ડૉક્ટર વિશાખા અશોક ભદાણે જણાવ્યું કે, યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સોનપ્રયાગ ગૌરીકુંડથી સીમિત સંખ્યામાં યાત્રીઓને મોકલવામાં આવી રહ્યાં છે. પગપાળા રસ્તે તૈનાત પોલીસ એસડીઆરએફ અને ડીડીઆરએસના જવાનોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
કેદારનાથ ધામના રસ્તે રોકાયેલા લગભગ ૨૦,૬૫૭ યાત્રાળુઓ અને આજે જનારા યાત્રાળુઓ કેદારનાથના દર્શન કરવા રુદ્રપ્રયાગ પોલીસ તંત્ર માટે પડકાર સાબિત થઈ શકે છે. યાત્રાના રસ્તા પર રુદ્રપ્રયાગમાં ૧૧૭૦, અગસ્ત્યમુનિમાં ૫૪૫, ઉખીમઠમાં ૫૫, ગુપ્તકાશીમાં ૩૬૮૭ અને સોનપ્રયાગમાં ૧૫૨૦૦ યાત્રાળુઓને ધામમાં ખરાબ હવામાનના કારણે રોકવામાં આવ્યા હતા. આજે આ યાત્રાળુઓને સીમિત સંખ્યામાં કેદારનાથ ધામના દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.
યાત્રાના રસ્તા પર ત્રીજી મેના રોજ હવામાન ખરાબ હોવાથી કુબેર જેલ ગ્લેશિયલની પાસે તાજા ગ્લેશિયર આવ્યા બાદ માર્ગ બંધ થઈ ગયો હતો. જેના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યા હતો. આજે આ રસ્તો ખોલવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી રસ્તો સંપૂર્ણ ખોલી દેવામાં આવે ત્યાં સુધી એસડીઆરએફ દ્વારા એક એક યાત્રીને ધામ તરફ આગળ મોકલવામાં આવી રહ્યાં છે.
ડીજીપી અશોક કુમારે કેદારનાથ ધામની પોતાની ચાર દિવસની મુલાકાત દરમિયાન નિર્દેશ આપ્યા છે કે, યાત્રાના તમામ પગપાળા રુટ પર નિયુક્ત પોલીસ બળ અને યાત્રીઓની સુવિધા તથા તાત્કાલિક સહાયતા માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. કેદારનાથ ધામ સહિત યાત્રા પડાવ પર પવિત્રતા જાળવી રાખવા માટે ઓપરેશન મર્યાદા ચલાવવાની સાથો સાથ આ સંબંધે હોર્ડિંગ ફ્લેક્સ અને બેનર લગાવવામાં આવ્યા છે.
ડીજીપીએ કહ્યું કે, અતિથિ દેવો ભવઃ અને ઉત્તરાખંડ પોલીસના ધ્યેય વાક્ય મિત્રતા સેવા, સુરક્ષાની ભાવના સાથે સેવા તથા સુરક્ષા સર્વોપરી રાખવામાં આવશે. કેદારનાથ ધામમાં તૈનાત પોલીસકર્મીઓને ઉચ્ચ કેલરીયુક્ત ખોરાક પૂરો પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
સાથે જ મંદિર સંબંધિત ડ્યૂટીઓને સેક્ટરમાં વિભાજીત કરીને જરુરી પોલીસબળની તૈનાતી કરાવીને કોઈ પણ પ્રકારની વીઆઈપી ડ્યૂટી તૈયારી હોવાથી રુટીનની ડ્યૂટીઓ પ્રભાવિત ન થાય એના નિર્દેશ આપવામાં આવ્યા છે.SS1MS