Western Times News

Gujarati News

અસારવા ચમનપુરા પતરાવાળીની ચાલીના ૨૦ બ્લોક ના ૫૭૬ મકાનો તોડી પડાયા

Asarwa Chamanpura Ahmedabad Gujarat

અમદાવાદના અસારવા ચમનપુરા (Asarwa Chamanpura Ahmedabad Gujarat) પતરાવાળીની ચાલીના ૨૦ બ્લોક ના ૫૭૬ મકાનો તોડી પાડવા મ્યુનિસિપલ એસ્ટેટ ખાતાની ટીમ  તથા પોલિસની ૬ ગાડીઓના કાફલા સાથે આવી. જાેકે જર્જરીત થઈ ગયેલા આ બ્લોકોના રહીશોની માગણી એ છે કે દિવાળી સુધીનો સમય આપવામાં આવે અને ચોમાસામા નાગરિકોને બેઘર કરવામાં ના આવે.

મ્યુનિ. કવાર્ટર્સના આ રહીશોએ ગત ૧૩ મી મેએ ધરણા પ્રદર્શન યોજીને રિડેવલપમેન્ટ માટેની આ યોજના દિવાળી બાદ હાથ ધરવા અને ચોમાસામા કોઈ નાગરિક ઓના ઘરો માનવતાના ધોરણે પણ ખાલી ના કરવામાં આવે તેવી માગ કરી હતી.

સ્થાનિક નાગરિકોની આ રજુઆતને ધ્યાનમા લીધા સિવાય એસ્ટેટ ખાતાએ નાગરિકોના સરસામાન સાથેના બંધ ઘરોના તાળા તોડીને સામાન બહાર કાઢી તોડવાની શરુઆત કરતા મ્યુનિસિપલ કવાર્ટર્સના રહીશોમા ભારે રોષ સાથે આક્રોશ વ્યાપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.