Western Times News

Gujarati News

આશા વર્કર બહેનો એકઠી થઈ અને આંદોલનના માર્ગે

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) રાજય સરકાર સામે વધુ એક આશા વર્કર બહેનોનું આંદોલન ઉભું થયું છે. તો બીજી તરફ સરકાર સામે પડતર માંગણીઓની ઉઘરાણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આશા વર્કર બહેનો એકઠી થઈ અને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

રાજય સરકાર સામે હાલ કિસાન સંઘ મેદાને પડ્યો છે.જયારે સરકાર ના કર્મચારીઓ પણ વિવિધ આ મુદ્દે મોરચો માંડ્યો છે.ત્યારે આજે આશા વર્કર બહેનોએ પણ પોતાનો હક્ક માંગવા આંદોલન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની આશા વર્કર બહેનો પગાર વધારાની માગ સાથે આદોલન શરૂ કરતા. પોલીસ પણ દોડતી થઈ હતી.

પરિણામે આંદોલન કરતી કેટલીક આશા વર્કર બહેનો ને પોલીસ દ્વારા ડિટેન પણ કરવામાં આવી. હતી. આ સમયે પોલીસ અને આશા વર્કર બહેનો વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ પણ ઉદભવી હતી. તો બીજી તરફ આશા વર્કર બહેનોની માંગણીઓ અંગે ચંદ્વિકા બેન સોલંકી, મહિલા શક્તિ સેના પ્રમુખ એ જણાવ્યું કે

સરકારે તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટે માટે વર્ગ ચાર નું મહેકમ ઉભું કરી તેને કાયમી કર્મચારી બનાવવામાં આવે. ઉપરાંત આશાવર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને સાતમાં પગાર પંચ મુજબ લઘુતમ વેતા મુજબ પગાર આપવાની માંગણી કરી હતી.

સાથે સાથે સરકારે સમાન કામ સમાન વેતન મુજબ પગાર ચુકવવામાં આવે . એટલું જ નહીં ૪૦ વર્ષ વટાવી ચૂકેલા આશાવર્કર તેમજ આ ફેસીલીટેટર બહેનોને પેન્શન યોજનામાં સમાવવામાં આવે તેમજ અન્ય સરકારી મહિલા કર્મચારોઓની જેમ મહિલા કર્મચારીઓને પણ ૧૮૦ દિવસ ની સહિતની મેટરનીટી લીવ આપવામાં આવે તેવી માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે પાટનગર ગાંધીનગર માં દિનપ્રતિદિન અલગઅલગ મંડળો ,સંઘો , અને યુનિયનો દ્વારા ચૂંટણી સમયે વિવિધ માંગણીઓ માટે સરકાર સામે મોરચો ખોલવામાં આવી રહ્યો છે.

જેના કારણે સરકાર પણ અલગ અલગ ચાલતા આંદોલનો ને શાંત કરવા મથામણ કરી રહી છે. જાેકે આજે આશા વર્કર બહેનોનું આચનક ઉભું થયેલું આંદોલન સમેટવા સરકાર માટે કોયડા રૂપ સાબિત થાય તો નવાઈ નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.