આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંદર્ભે ભરૂચમા વિરોધ
કલેકટર કચેરીથી જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરવા રેલી સ્વરૂપે પહોંચી રામધૂન બોલાવવા સાથે ધરણા યોજ્યા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો કલેકટર કચેરી થી રેલી કાઢી આવેદન પત્ર પાઠવવા જિલ્લા પંચાયત પોહચી હતી.
જ્યાં આવેદનપત્ર પાઠવવા બાબતે દશેક બહેનોને જ ડી.ડી.ઓ ચેમ્બર માં આવવા જણાવતા બહાર જ રામધૂન ચાલુ કરી ધરણાં પર બેસી જતા વાતાવરણ ગરમાયું હતું. ભરૂચ જીલ્લાના આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો એ તેમના પગાર અને ભથ્થા વધારા સહિત ની પડતર માંગણીઓના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવવા મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ રેલી કાઢી હતી.
આવેદનપત્ર મા જણાવાયુ હતુ કે ગુજરાત રાજય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા સોંપવામાં આવેલી તમામ કામગીરી પૂરી નિષ્ઠા થી કરી રહ્યા છે.પરંતુ એ કામગીરી ના બદલામાં યોગ્ય વળતર ચૂકવવાની જગ્યાએ મામૂલી ઈન્સેન્ટિવ આપી ને ગુજરાત સરકાર દ્વારા વર્ષો થી આ ગરીબ બહેનો નું શોષણ કરવામાં આવી રહ્યું છે
તે ઓછું પડતું હોય એમ ભરૂચ જિલ્લા પંચાયત નું આરોગ્ય વિભાગ પણ શોષણ કરવામાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.ગુજરાત રાજય સરકાર ની આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ તમામ યોજનાઓ ને ઘર ઘર સુધી પહોંચાડીને જનતાની સુખાકારી માટે યોગદાન આપ્યું છે.
પરંતુ ગુજરાત સરકાર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો નાં આ યોગદાન ને નજર અંદાજ કરી રહી છે.જિલ્લા આરોગ્ય તંત્ર પણ જાણે કે આ બહેનો ગુલામ હોય તેવી રીતે વર્તન કરી ને સતત માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે.જે કોઈ પણ સંજાેગો માં સાખી લેવામાં નહીં આવે.
આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનો કોઈપણ અધિકારી કે પદાધિકારીઓ ધાક ધમડી અને દબાણ વગર સન્માન ભેર પોતાની કામગીરી કરે તે રીતે નીચે દર્શાવેલ તમામ સમસ્યાઓને તાત્કાલિક અસરથી યોગ્ય નિકાલ લાવવા તેમજ આ તમામ બહેનોનો પગાર તેમજ વિવિધ કામગીરી નું ઈ ન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોય તાત્કાલિક ચૂકવી આપવાની માંગણી કરવામાં આવી હતી.
આવેદનપત્ર પાઠવવા જિલ્લા પંચાયત ખાતે આશા વર્કર બહેનો પોહચતાં ડી.ડી.ઓ દ્વારા દશેક બહેનોને રજૂઆત માટે આવવા જણાવતા જ ડી.ડી.ઓ બહાર આવી આવેદન સ્વીકારે તેવી માંગ સાથે જિલ્લા પંચાયતમા જ રામધૂન સાથે આશા વર્કર બેહનો ધરણા પર બેસી જઈ હાય હાય બોલાવતા વાતાવરણ ગરમાયું હતુ. જાેકે મહિલાઓ ની રેલી અને વિરોધના પગલે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.