અશનીર ગ્રોવરે તમામ કો-શાર્ક્સને અનફોલો કર્યા
મુંબઈ, પોપ્યુલર બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેંક ઈન્ડિયા ૨ની શરૂઆત થઈ ગઈ છે અને દર્શકો અશનીર ગ્રોવરને મિસ કરી રહ્યા છે, જેઓ પહેલી સીઝનનો ભાગ હતા.
આ વખતે તેમનું સ્થાન અમિત જૈને લીધું છે. અશનીર ગ્રોવર શોમાં સ્પષ્ટતા વક્તા તરીકે જાણીતા હતા અને ઘણીવાર પીચ આપવા આવનારા પર વરસી પડતાં હતા. આ જ વાતને લઈને એક સમયે ખાસ મિત્રો હોવાનો દાવો કરનારા અને પૂર્વ કો-શાર્ક્સ નમિતા શાપર અને અનુપમ મિત્તલે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બીજી સીઝનમાં કોઈ ઝેરીલું નથી અને માત્ર પોઝિટિવ જ બાબતો છે.
આ સિવાય આ વખતે કોઈનું અપમાન પણ કરવામાં આવી રહ્યું નથી. વાત એમ છે કે, નમિતા થાપર અને અનુપમ મિત્તલ હાલમાં જ કોમેડિયન તન્મય ભટ્ટ અને રોહન જાેશીના પોડકાસ્ટમાં હાજર રહ્યા હતા.
અહીંયા નમિતાએ ‘શાર્ક ટેંક ઈન્ડિયા ૨’ની બીજી સીઝન જાેવાની વિનંતી કરતાં દર્શકોને કહ્યું હતું કે ‘આ વખતે કોઈ ઝેરીલાપણું નથી’. તન્મયે મજાક કરતાં કહ્યું હતું ‘રણવિજય પ્રત્યે તમે આટલા સ્વાર્થી ન બનો’.
જણાવી દઈએ કે, રણવિજય સિન્હા પહેલી સીઝનમાં હોસ્ટ હતો અને બીજી સીઝન કરવાનો તેણે ઈનકાર કરી દીધો હતો. તેના પર રિએક્ટ કરતાં હસીને નમિતાએ કહ્યું હતું ‘મારો કહેવાનો અર્થ એ જ હતો, તમે શું વિચારી રહ્યા હતા?’. તો અનુપમે કહ્યું હતું ‘ગત વખતે આંત્રપ્રિન્યોરનું ઘણું અપમાન થયું હતું.
તે તમને હવે નહીં જાેવા મળે. તો બીજી તરફ એક ઈન્ટરવ્યૂમાં અશનીર ગ્રોવરે તેમણે તમામ કો-શાર્ક્સને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હોવાનું કહ્યું હતું અને કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું ‘મને લાગે છે કે સેપરેશન ક્લીયર હોવું જાેઈએ.
હું શાર્ક ટેંક ઈન્ડિયા ૨માં નથી. તેથી, દરેક શાર્ક્સને અનફોલો કરી દીધા છે. હું શું કામ જાેઉ કે શૂટ પર શું થઈ રહ્યું છે? તે હવે મારા જીવનનો ભાગ નથી તો પછી હું કેમ ભૂતકાળમાં રહું? જ્યારે ક્લીયર થયું કે હું સીઝન ૨માં નથી તે જ સમયે બધા શાર્ક્સને અનફોલો કરી દીધા હતા’.
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી શોનો ભાગ હતો, મને મજા આવી હતી. શો દરમિયાન ખૂબ મસ્તી કરી હતી. પહેલી સીઝનને સારો પ્રતિસાદ મળ્યો હતો. કારણ કે, તેના માટે થોડી શંકા હતી. જાે શો ન ચાલ્યો હોત તો બીજી સીઝન માટે સ્લોટ જ ન મળત’.SS1MS