અશનીર ગ્રોવર સલમાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગતો હતો
મુંબઈ, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અને ઈન્ડિયન ફિનટેક કંપની ભારતપેના કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરએ હાલમાં જ સલમાન ખાસ સાથે એડવર્ટાઈઝમેન્ટની ડીલ કરવા અંગેનો કિસ્સો સંભળાવ્યો હતો.
અશનીર ગ્રોવરે જણાવ્યું હતું કે સલમાન ખાનની ફી તેને પરવડે તેમ નહોતી છતાં ગમે તેમ કરીને વાટાઘાટ બાદ તેણે એક્ટરને મનાવી લીધો હતો. અશનીર ગ્રોવરે એપ્રિલ મહિનમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યું હતું. એ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે, ઈન્વેસ્ટરો અને ક્લાયન્ટને તેની કંપનીમાં વિશ્વાસ બેસે તે માટે તે સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માગતો હતો.
અશનીર ગ્રોવરે કહ્યું, ૨૦૧૯માં મેં સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો ર્નિણય કર્યો હતો. એ વખતે કોઈ આ વિચારી પણ નહોતું શક્યું. મારી કંપની નાની હતી અને મારે રાતોરાત મારા બિઝનેસને ભરોસાપાત્ર સાબિત કરવાનો હતો. એટલે મેં વિચાર્યું કે, સલમાન ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવો જાેઈએ. જ્યારે મેં સલમાનની ટીમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મને કહ્યું કે, તેની ફી ૭.૫ કરોડ રૂપિયા છે.
મારા બેંક અકાઉન્ટમાં ૧૦૦ કરોડ રૂપિયા હતા. મારું સ્ટાર્ટ-અપ હતું એટલે મેં બધી ગણતરી કરવા માંડી. જાે હું સલમાનને ૭.૫ કરોડ રૂપિયા આપું તો એડ બનાવવા પાછળ બીજા ૧-૨ કરોડ ખર્ચાઈ જાય. પછી મારે બ્રોડકાસ્ટરને પણ રૂપિયા આપવા પડે.
એટલે કુલ ૨૦ કરોડ જેટલો ખર્ચ થઈ જાય. મારા ખાતામાં માત્ર ૧૦૦ કરોડ રૂપિયા હતા અને બીજા રાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નહોતી. એટલે મેં સલમાનને કહ્યું કે, તે તેની ફી ઓછી કરી અને તે ૪.૫ કરોડ રૂપિયામાં માની ગયો હતો.
સલમાન ખાનની ટીમ સાથેની મીટિંગો પૈકીની એકને યાદ કરતાં અશનીરે કહ્યું, “એક સમયે તો સલમાનના મેનેજરે મને કહ્યું હતું કે, ‘સર, તમે ભીંડા લેવા આવ્યા છો કે શું, કેટલો ભાવ કરાવો છો’. ત્યારે મેં તેને કહ્યું હતું કે, ના, સર મારી પાસે રૂપિયા નથી, આપી જ નહીં શકું.
ઉલ્લેખનીય છે કે, અશનીર ગ્રોવર ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના સાત શાર્ક એટલે કે ઈન્વેસ્ટર પૈકીનો એક હતો. તેની સાથે આ શોમાં પિયૂષ બંસલ, અનુપમ મિત્તલ, વિનિતા સિંહ, નમિતા થાપર, ગઝલ અલઘ અને અમન ગુપ્તા જાેવા મળ્યા હતા.
અશનીર ગ્રોવરે માર્ચ મહિનામાં ભારતપેમાંથી રાજીનામું આપ્યું હતું. તેના પર કંપનીના રૂપિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. બાદમાં તેની પત્ની માધુરી ગ્રોવરને પણ કંપનીના બોર્ડમાં હટાવાઈ હતી.SS1MS