Western Times News

Gujarati News

અશોક લેલેન્ડએ ગુજરાતમાં કામગીરી વિસ્તારી – અમદાવાદમાં નવી ડિલરશિપનું ઉદ્ઘાટન કર્યું

નવી ડિલરશિપ ગુજરાતમાં 49મું ટચ પોઇન્ટ અને પશ્ચિમ ભારતમાં અશોક લેલેન્ડનું 119મું ટચ પોઇન્ટ બનશે

ચેન્નાઈ, હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડએ આજે ગુજરાતના અમદાવાદમાં એક નવી 3S (સેલ્સ/સર્વિસ/સ્પેર્સ) ડિલરશિપ, પારસ ટ્રક્સ એન્ડ બસીસનું ઉદ્ઘાટન કર્યું હતું. 70,000 ચોરસ ફીટ વિસ્તારમાં પથારાયેલી આ અદ્યતન ડિલરશિપ વ્યૂહાત્મક સ્થાન પર સ્થિત છે

અને ગુજરાતમાં આણંદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા જેવા મહત્વપૂર્ણ સ્થાનોને જોડશે. આ નવી શરૂ થયેલી ડિલરશિપ આઉટલેટ M&HCV સેગમેન્ટને સેવા આપશે, તથા ગુજરાતના હાર્દરૂપ વિસ્તારમાં પોતાની પહોંચ વધારવા અશોક લેલેન્ડ માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

પ્રદેશની વધતી માગને પૂર્ણ કરવા અશોક લેલેન્ડ એની નવી સારી રીતે સજ્જ ડિલરશિપ અને તાલીમબદ્ધ કર્મચારીઓ સાથે અમદાવાદમાં મુખ્ય બજારોને આવરી લેશે. પરિણામે કંપની એના ગ્રાહકોને સંપૂર્ણ સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે. ડિલરશિપ 20 બે ઓફર કરશે તથા અદ્યતન ટૂલ્સ, ઝડપી સર્વિસ બે સાથે સજ્જ છે તેમજ ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા અદ્યતન માળખું અને ઉપકરણ ધરાવે છે.

આ ડિલરશિપની શરૂઆત પર અશોક લેલેન્ડના MHCVના પ્રેસિડન્ટ શ્રી સંજીવ કુમારે કહ્યું હતું કે, “ગુજરાત અશોક લેલેન્ડ માટે હંમેશા મહત્વપૂર્ણ બજાર છે. આ નવી ડિલરશિપના ઉમેરા સાથે વિસ્તારમાં અમારી મજબૂત હાજરી સ્થાપિત કરવાના અમારા પ્રયાસોને વેગ મળ્યો છે.

પારસ ટ્રક્સ એન્ડ બસીસ, નવી 3S (સેલ્સ/સર્વિસ/સ્પેર્સ) સુવિધાઓ સાથે સુનિશ્ચિત કરશે કે અમે અમારા ગ્રાહકોના પરિવારને શ્રેષ્ઠ સેવા આપીશું અને આ અમને વિસ્તારમાં અમારા ગ્રાહકોની વધારે નજીક પહોંચવામાં મદદ કરશે. અમે ગ્રાહક સેવા અને સંતોષનું સ્તર જાળવવા અને વધારવા કટિબદ્ધ રહીશું. આ નવી ડિલરશિપ અમારી પહોંચ વધારવા શરૂ થઈ છે, જે અમારા દુનિયામાં ટોપ 10 સીવી નિર્માતાઓ પૈકીના એક બનવાના વિઝન સાથે સુસંગત છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.