અશોક લેલેન્ડે 30 લાખ વાહનોના ઉત્પાદનના સીમાચિહ્નની ઉજવણી કરી
પંતનગર, હિંદુજા સમૂહની ભારતીય ફ્લેગશીપ અને દેશની અગ્રણી કમર્શિયલ વ્હીકલ નિર્માતા અશોક લેલેન્ડે આજે તેના 3 મિલિયનમાં વાહનના ઉત્પાદનની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના પંતનગરમાં અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ખાતે આ વાહનનું નિર્માણ થયું હતું. આ નોંધપાત્ર સિદ્ધિ ઇનોવેશન, ટેક્નોલોજીકલ પ્રગતિ અને મજબૂત ગ્રાહક સંબંધ પ્રત્યે અશોક લેલેન્ડનું અતૂટ સમર્પણ દર્શાવે છે.
અશોક લેલેન્ડ ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ વ્હીકલ સેક્ટરમાં અદ્યતન ટેક્નોલોજી સાથે અગ્રેસર છે. લાખો મુસાફરો તેમના ડેસ્ટિનેશન પહોંચવા માટે દરરોજ અશોક લેલેન્ડની બસો ઉપર આધાર રાખે છે, જ્યારે કે બ્રાન્ડની ટ્રક અર્થતંત્રના પૈડાને ચાલુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
અશોક લેલેન્ડના એમડી અને સીઇઓ શેનુ અગ્રવાલે કહ્યું હતું કે, “અમે આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરતા ગર્વ કરીએ છીએ. અશોક લેલેન્ડ હંમેશા અગ્રેસર રહ્યું છે તથા પ્રોડક્ટ ટેક્નોલોજી અને ઇનોવેશનમાં સીવી ઇન્ડસ્ટ્રીનું નેતૃત્વ કરે છે. અમારા 3 મિલિયનમાં વાહનનું ઉત્પાદન ખૂબજ વિશ્વાસપાત્ર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા ડિલિવર કરવાની અમારી સ્થાપિત પ્રતિષ્ઠાનો પુરાવો છે. અમે અમારા કર્મચારીઓ, ગ્રાહકો તથા તમામ બિઝનેસ ભાગીદારોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે અમારી સફળતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.”
અશોક લેલેન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગણેશ મણિએ કહ્યું હતું કે, “અશોક લેલેન્ડ માટે આ હકીકતમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે. અમારી ફેક્ટરીમાંથી 3 મિલિયનમાં વાહનની રજૂઆત અમારા સપ્લાયર અને ટેક્નોલોજી પાર્ટનર સહિત અમારી અસંખ્ય ટીમો દ્વારા કરવામાં આવેલા સંયુક્ત પ્રયાસોને માન્ય કરે છે. તે કમર્શિયલ મોબિલિટીની ઉભરતી માગને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલી ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ અને સર્વિસિસ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે.”
અશોક લેલેન્ડ ઇન્ડસ્ટ્રીમાં-ફર્સ્ટ સિદ્ધિઓનો ઇતિહાસ ધરાવે છે, જે ઇન્ડસ્ટ્રીના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરે છે તથા નવા સીમાચિહ્નો સ્થાપિત કરે છે તથા તમામ વ્યવસાયિક કામગીરીમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત ગ્રાહક સંતોષ અને સેવા શ્રેષ્ઠતા પ્રત્યેના તેના સમર્પણને અનુરૂપ કંપનીએ વ્યાપક નેટવર્ક વિસ્તરણનો પ્રારંભ છે, જેનાથી દેશભરમાં તેની ઉપસ્થિતિ અને પહોંચને બળ મળ્યું છે.
આ વિસ્તરણ ગ્રાહકોને બેજોડ સેવા અને સહયોગ આપવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે તથા તેની સતત સફળતા સુનિશ્ચિત કરે છે. ભારતની બહાર અશોક લેલેન્ડ હવે 48 દેશોમાં વિસ્તરી ચૂક્યું છે. અશોક લેલેન્ડ તેના 75 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તે એક ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પરિવહન ઇકોસિસ્ટમ ચલાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તથા વૈશ્વિક સ્તરે ટોચની 10 કોમર્શિયલ વ્હીકલ કંપની બનવાના તેના વિઝન પર અડગપણે આગળ વધી રહ્યું છે.