અશોક લેલેન્ડ અને અપોલો ટાયર્સે હેલ્થકેર સેન્ટર શરૂ કર્યુ
પ્રથમ પ્રકારની કોર્પોરેટ પાર્ટનરશિપ કરી
તમિલનાડુ: પ્રથમ પ્રકારની કોર્પોરેટ પાર્ટનરશિપમાં ભારતમાં કમર્શિયલ વ્હિકલ ઉત્પાદનમાં બીજા સૌથી મોટાં હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અશોક લેલેન્ડે અગ્રણી ટાયર ઉત્પાદક અપોલો ટાયર્સ સાથે જોડાણ કર્યું છે, જેનો ઉદ્દેશ દક્ષિણ ભારતનાં રાજ્ય તમિલનાડુનાં પ્રસિદ્ધ ટ્રાન્સપોર્ટ કેન્દ્ર નમક્કલમાં ટ્રકિંગ સમુદાયને હેલ્થકેરની સુવિધા પ્રદાન કરવાનો છે.
નમક્કલમાં અશોક લેલેન્ડની ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સ્થિત ધ હેલ્થકેર સેન્ટરનું સંચાલન અપોલો ટાયર્સ કરશે, જેનું ઉદ્ઘાટન અશોક લેલેન્ડનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અનુજ કથુરિયા અને એચઆર, કમ્યુનિકેશનનાં પ્રેસિડન્ટ શ્રી બાલાચંદર એનવીએ અપોલો ટાયર્સનાં એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ અને આફ્રિકાનાં પ્રેસિડન્ટ શ્રી સતિશ શર્મા અને પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સુનામ સરકાર સાથે કર્યું હતું.
12,500થી વધારે ટ્રકર્સનાં દરરોજ અવરજવર કરતા લોકો અને સંલગ્ન સમુદાયને સેવા આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ થયેલું હેલ્થકેર સેન્ટર ટ્રકર્સ અને સ્થાનિક સમુદાયમાં એચઆઇવી-એઇડ્સ પર તેમજ સેક્સ્યુઅલ્લી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ (એસટીઆઇ) અટકાવવા માટે જાગૃતિ લાવશે. આ સેન્ટરમાં ડૉક્ટર, કાઉન્સેલર અને પેરામેડિક્સનો સ્ટાફ હશે, તેમજ સમયની સાથે આઉટરિચ વર્કર્સ અને એજ્યુકેટર્સનું નેટવર્ક ઊભું કરવામાં આવશે.
આ ટીમ સંયુક્તપણે એસટીઆઈનાં કેસમાં ઘટાડો કરવા ખભેખભો મિલાવીને કામ કરશે, જેથી એચઆઇવીનાં પ્રસારની શક્યતા સમુદાયમાં ઘટશે. ઉપરાંત આ સેન્ટર વિઝન કેર, ડાયાબીટિસ, હાયપરટેન્શન અને ટ્યુબરક્યુલોસિસ માટે સેવાઓ પણ આપશે. બંને કંપનીઓ મોટા ટ્રાન્સશિપમેન્ટ કેન્દ્રોમાં આ પ્રકારનાં વધારે હેલ્થકેર કેન્દ્રો સ્થાપિત કરવા સંયુક્તપણે કામ કરશે.
આ પાર્ટનરશિપ પર ટિપ્પણી કરતાં અશોક લેલેન્ડનાં એચઆર, કમ્યુનિકેશન અને સીએસઆરનાં પ્રેસિડન્ટ શ્રી બાલાચંદર એનવીએ કહ્યું હતું કે, “અશોક લેલેન્ડ ડ્રાઇવર સમુદાયને શ્રેષ્ઠ શક્ય સપોર્ટ આપવા હંમેશા મોખરે છે. પ્રોફેશન તરીકે કમર્શિયલ વ્હિકલ ડ્રાઇવિંગ મહેનત અને સમર્પણ માંગી લેતી કામગીરી છે, જેમાં મહિનાઓ સુધી તમારે સતત ડ્રાઇવિંગ કરવું પડે છે અને ઘરની બહાર રહેવું પડે છે. આ માટે ડ્રાઇવિંગ કરવા એકાગ્રતાની જરૂર પડે છે, જેનાં કારણે ડ્રાઇવર મોટા ભાગે તણાવનો ભાગ બને છે. નિયમિત સારસંભાળ પ્રત્યે ઉપેક્ષા સાથે કામનાં સ્થિતિસંજોગો સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ સમસ્યાનું સમાધાન કરવા અમે અમારા આ મહત્ત્વપૂર્ણ હિતધારકને શ્રેષ્ઠ મેડિકલ સપોર્ટ પૂરો પાડવા અપોલો ટાયર્સ સાથે જોડાણ કર્યું છે.”
આ પાર્ટનરશિપ પર અપોલો ટાયર્સનાં પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી સુનામ સરકારે કહ્યું હતું કે, “અમને નમક્કલમાં આ સુવિધા આપવા અશોક લેલેન્ડ સાથે જોડાણ કરવાની ખુશી છે. અશોક લેલેન્ડ ટ્રકિંગ ઉદ્યોગમાં ફેલો સ્ટેકહોલ્ડર છે તથા સંયુક્તપણે કામગીરી કરવાથી બંને કંપનીઓને પહોંચ વધારવા અને સંસાધનોનો ઉપયોગ કરવામાં મદદ મળશે. આ હેલ્થકેર સેન્ટરનો મુખ્ય આશય ટ્રકર્સ અને સંલગ્ન સમુદાયને સેવા આપવાનો છે તેમજ ટ્રકર્સ અને સ્થાનિક સમુદાય વચ્ચે એચઆઇવી-એઇડ્સ અને એસટીઆઇનું નિવારણ કરવા જાગૃતિ લાવવાનો છે. અમે સમગ્ર દેશમાં સમુદાયને સેવા આપવા વિવિધ ટ્રાન્સપોર્ટ કેન્દ્રોમાં આ પ્રકારનાં 31 હેલ્થ સેન્ટર ધરાવીએ છીએ.”
આ નવી સુવિધા હેલ્થકેર સેન્ટર 2500 ચોરસ ફીટની વિશાળ ફ્લોર સ્પેસમાં ઊભું કરવામાં આવ્યું છે. સેન્ટર નિદાન માટે પર્યાપ્ત ઉપકરણ સાથે સજ્જ છે, જે ડ્રાઇવર ટ્રેનિંગ સંકુલની અંદર ડ્રાઇવિંગ સમુદાયનાં સ્વાસ્થ્ય સંબંધિત શિક્ષણ માટે એક્સક્લૂઝિવ છે. રૂ. 20/-ની સાધારણ રજિસ્ટ્રેશન ફી ડ્રાઇવરને આખા ભારતમાં 31 અપોલો સેન્ટરમાંથી કોઈ પણ સેન્ટરમાં આ સેવાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે. આ પહેલ પાછળનો વિચાર તબીબી ફાયદા પ્રદાન કરવાની સાથે ડ્રાઇવરોને ડ્રાઇવિંગ ઉપરાંત ઉત્તમ જીવન વિશે જાણકારી આપવાનો છે.
વર્ષ 1994થી અત્યાર સુધી અશોક લેલેન્ડે નમક્કલ ખાતે ડ્રાઇવર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના દ્વારા ડ્રાઇવિંગની સારી પ્રેક્ટિસ પર ડ્રાઇવર સમુદાયને જાગૃત કરવાનો છે. અત્યારે 11 ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દેશભરમાં કાર્યરત છે અને શરૂઆતથી અત્યાર સુધી સંયુક્તપણે 14,82,462 ડ્રાઇવરોને વિવિધ સત્રોમાં જાગૃતિ કરવાનો છે.
અપોલો ટાયર્સે વર્ષ 2000માં એની હેલ્થકેર પહેલ શરૂ કરી હતી અને અત્યાર સુધી દેશભરમાં 31 સેન્ટરમાં એચઆઇવી-એઇડ્સ જાગૃતિ અને નિવારણ, વિઝન કેર, ટીબી અને અન્ય હેલ્થકેર સેવાઓ જેવી એની સેવાઓ સાથે આશરે 50 લાખ લોકો સુધી પહોંચ ધરાવે છે. આ પહેલે સમુદાય સાથે એની પથપ્રદર્શક અને અસરકારક કામગીરી માટે વિવિધ એવોર્ડ મેળવ્યાં છે.