અશોક લેલેન્ડ દ્વારા આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક નવા બસ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું કર્યુ ઉદ્ઘાટન

19 માર્ચ 2925, રાષ્ટ્રીય: અશોક લેલેન્ડ જે દેશની અગ્રણી કોમર્શિયલ વાહન ઉતપાદક હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની છે તેણે આજે આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક તેમના નવાં બસ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન આજે આંધ્રપ્રદેશ સરકારના માહિતી વિભાગના મંત્રી તેમજ ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, સંદેશાવ્યવહાર અને માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી નારા લોકેશ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમારોહના ભાગ રૂપે, અશોક લેલેન્ડ અને હિન્દુજા ગ્રુપે આંધ્રપ્રદેશ સરકારના મંત્રી શ્રી નારા લોકેશને સ્વિચ ઇલેક્ટ્રિક ડબલ–ડેકર બસની ચાવીઓ પણ સોંપી, જે રાજ્યમાં જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટેની તેમની સહિયારી પહલનું પ્રતીક છે.
આ સમારોહમાં પરિવહન, રમતગમત, યુવા વિભાગના મંત્રી શ્રી એમ. રામ પ્રસાદ રેડ્ડી, ઉદ્યોગ મંત્રી શ્રી ટી. જી. ભરત, કૃષ્ણા જિલ્લાના સાંસદ શ્રી વી. બાલાશૌરી, ગન્નવરમ મતવિસ્તારના ધારાસભ્ય શ્રી વાય વેંકટ રોય અને હિન્દુજા ગ્રુપ – ઇન્ડિયાના ચેરમેન શ્રી અશોક પી. હિન્દુજા, અને શ્રી શોમ અશોક હિન્દુજા, ઓલ્ટરનેટિવ એનર્જી અને સસ્ટેનેબ્લિટીના પ્રમુખ, તેમજ ડીલરો, ગ્રાહકો, સપ્લાયર્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિજયવાડાથી 40 કિમી દૂર માલવલ્લી ખાતે સ્થિત, આ આધુનિક પ્લાન્ટ 75 એકરમાં ફેલાયેલો છે અને વિશ્વ-સ્તરીય ગુણવત્તા માપદંડને જાળવી રાખવા માટે અદ્યતન ઉત્પાદન ટેક્નોલોજીને પણ જોડવામાં આવી છે. આ પ્લાન્ટની રચના અશોક લેલેન્ડની ડીઝલ બસો અને સ્વિચ મોબિલિટીની ઇલેક્ટ્રિક બસોની સંપૂર્ણ સિરીઝના ઉત્પાદન માટે કરવામાં આવી છે.
4,800 બસોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ સુવિધામાં નાલંદા, એક આધુનિક લર્નિંગ સેન્ટર અને એક અદ્યતન સેવા તાલીમ કેન્દ્રનો સમાવેશ થાય છે. નવો ઉદ્ઘાટન કરાયેલો પ્લાન્ટથી સ્થાનિક લોકોને સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગાર પણ મળશે. આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા માટે તેને ગ્રીન ઝોન તેમજ રૂફટોપ સોલાર પેનલ્સ, LED લાઇટિંગ તેમજ પ્લાન્ટમાં લોજિસ્ટિક્સ માટે બેટરી સંચાલિત વાહનો અને પોઝિટિવ વોટર બેલેન્સ મેજર્સ અને ઝીરો-ડિસ્ચાર્જ સિસ્ટમ લગાવવામાં આવશે.
માનનીય મંત્રી શ્રી નારા લોકેશે આ મહત્વના પ્રોજેક્ટ પર વાત કરતાં કહ્યું કે, “આ આંધ્રપ્રદેશ માટે એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે. અમને અમારા વિકસતા ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં અશોક લેલેન્ડનું સ્વાગત કરતાં આનંદ થાય છે. આ પ્લાન્ટ એક ઉભરતા ઉત્પાદન કેન્દ્ર તરીકે અમારી પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે અને રોજગાર પૂરો પાડવા, કૌશલ્ય વિકાસ વધારવા અને રાજ્યના એકંદર અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
અશોક લેલેન્ડના ચેરમેન શ્રીમાન.ધીરજ જી. હિન્દુજાએ આ વિષય પર વાત કરતા કહ્યું કે, “માનનીય મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુના વિઝનથી પ્રેરિત થયા છે, તેમણે રાજ્ય માટે પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ ઘડી છે, એટલે જ અમે આંધ્રપ્રદેશમાં આવીને ઉત્સાહિત છીએ અને અશોક લેલેન્ડ અને અન્ય હિન્દુજા ગ્રુપ કંપનીઓ દ્વારા આ રાજ્ય સાથેના અમારા સંબંધો ઘણા દાયકાઓથી વધુ જૂના છે. આ ગતિશીલ રાજ્યમાં નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન અશોક લેલેન્ડ માટે બીજા એક અધ્યાયની શરૂઆત છે, જ્યાં અમારું ગ્રુપ આર્થિક વિકાસને વેગ આપવા, રોજગારીની તકો ઊભી કરવા અને પ્રદેશમાં સમૃદ્ધિ પેદા કરવા માટે વધુ તકો શોધવા માટે પ્રતિબદ્ધ છે.”
અશોક લેલેન્ડના એમડી અને એમ્પલોયર સીઇઓ, શ્રી. શેનુ અગ્રવાલે ઉમેર્યું હતું કે, “નવા પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે, અશોક લેલેન્ડ ભારતમાં નંબર–1 બસ બ્રાન્ડ તરીકે અને વૈશ્વિક સ્તરે ટોચની 5 બસ બ્રાન્ડ તરીકે તેનું સ્થાન વધુ મજબૂત બનાવી દેશે.
આ સુવિધાથી ભારતમાં સંપૂર્ણ રીતે બનેલી બસોની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ કરશે. નવા પ્લાન્ટમાં ઉત્પાદન હમણાં જ શરૂ થયું છે અને અમારી મોટી ઓર્ડર બુકને કારણે, પ્લાન્ટ પહેલા દિવસથી જ 100% ક્ષમતાથી કાર્ય કરવાનું શરૂ કરશે. નવો પ્લાન્ટ ઉચ્ચ સ્તરના ઓટોમેશન સાથે અત્યાધુનિક સાધનોથી સજ્જ છે જે ઉચ્ચ ગુણવત્તાના ધારા ધોરણને વળગીને બસોનું ઉત્પાદનો કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે’