Western Times News

Gujarati News

AMC 58 કરોડનો ખર્ચે આશ્રમ રોડ આઈકોનીક બનાવશે: પાલડીથી ટાઉનહોલ સુધી રસ્તાની ડિઝાઈન બદલાશે

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાહદારીઓ માટે બે થી ત્રણ મીટર સુધી પહોળાઈની ફુટપાથ તૈયાર કરવામાં આવશે-રોડ તૈયાર થયા બાદ રિવરફ્રંટનું ટ્રાફિક ભારણ ઘટશે

સાણંદ ચોકડીથી શાંતિપુરા સુધી પણ આઈકોનીક રોડ બનાવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સર્કલથી હાંસોલ સુધી આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો છે. જેમાં સકારાત્મક પ્રતિસાદ મળતાં તંત્ર દ્વારા વધુ ૭ સ્થળે રૂ.૩પ૦ કરોડના ખર્ચથી આઈકોનીક રોડ બનાવવાના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં અત્યંત મહત્વના કહી શકયા તેવા આશ્રમ રોડનો પણ સમાવેશ થાય છે. આશ્રમ રોડને પાલડી સર્કલથી વાડજ સર્કલ સુધી આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક આશ્રમ રોડને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોડ પાલડી ચાર રસ્તાથી વાડજ સર્કલ થઈ દાંડીકુચ બ્રીજ સુધી ડેવલપ થશે. જેના માટે રૂ.પ૮.પ૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. રોડની લંબાઈ પ.૧ કિ.મી. રહેશે. જયારે પહોળાઈ ૩૦ થી ૪૦ મીટર સુધીની રહેશે.

જે વિવિધ જગ્યાએ વધઘટ રહેશે. આ ઉપરાંત પાલડી ચાર રસ્તાથી ટાઉનહોલ સુધી પાર્કિગ પણ ડેવલપ કરવામાં આવશે. જયારે ટાઉનહોલથી દાંડીકુચ સર્કલ સુધી ફુટપાથ મેઈન કેરેજ વે, અને પા‹કગ ઉપલબ્ધ થશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાહદારીઓ માટે બે થી ત્રણ મીટર સુધી પહોળાઈની ફુટપાથ તૈયાર કરવામાં આવશે તેમજ હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી થ્રી લેન રોડ ડેવલપ કરવામાં આવશે. આશ્રમ રોડને આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યા બાદ રિવરફ્રંટના ટ્રાફિક ભારણમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમ પણ માનવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડની સાથે સાથે શાંતિપુરા સર્કલથી સાણંદ ચોકડી સુધીના રોડને પણ આઈકોનીક રોડ તરીકે ડેવલપ કરવામાં આવશે. આ રોડની લંબાઈ અંદાજે અઢી કિમી.ની રહેશે. જયારે પહોળાઈ ૩૦ મીટર રહેશે.

આ રોડ માટે રૂ.૩૭.૩પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે આ ઉપરાંત કેશવબાગથી પકવાન જંકશન રોડ રૂ.રપ.૩પ કરોડ, વિસંત સર્કલથી તપોવન સર્કલ રોડ રૂ.૭૯.૩૪ કરોડ, ઈસ્કોનથી પકવાન જંકશન રોડ રૂ.ર૭.૧૩, કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડ રૂ.૪ર.પ૬ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. આ રોડ ઓલિÂમ્પક થીમ પર ડેવલપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.