Western Times News

Gujarati News

આશુતોષ શર્માએ યુવરાજ સિંહનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી, યુવરાજ સિંહનો રેકોર્ડ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણા ખેલાડીઓએ તોડ્યો છે. હવે તે યાદીમાં એક ભારતીય ખેલાડીનું નામ પણ જાેડાઈ ગયું છે, જેનું નામ છે આશુતોષ શર્મા. આશુતોષ શર્માએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રમતના સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે T20 ફોર્મેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.

આશુતોષે દિગ્ગજ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો છે. યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ ૨૦૦૭માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી, જેમાં તેની એક ઓવરમાં ૬ સિક્સર સામેલ હતી. હવે આશુતોષ સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો યુવરાજ સિંહનો રેકોર્ડ તોડનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આશુતોષ શર્માએ યુવરાજ સિંહ જેવા દિગ્ગજને પછાડીને માત્ર ૧૧ બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. રેલવે તરફથી રમતા આશુતોષે ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે આ શાનદાર ઇનિંગ રમી છે.

આશુતોષે આ ઈનિંગમાં કુલ ૧૨ બોલ રમ્યા અને ૪૪૧.૬૭ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા ૫૩ રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં ૮ સિક્સર અને માત્ર એક ફોરનો સમાવેશ થાય છે. જાેકે, તેની અર્ધસદી ફટકાર્યા બાદ તેની તોફાની ઇનિંગ્સનો ટૂંક સમયમાં અંત આવ્યો હતો.

તેમની ઝડપી ઈનિંગ્સના કારણે, રેલ્વે છેલ્લી ૫ ઓવરમાં ૧૧૫ રન બનાવવામાં સફળ રહી અને નિર્ધારિત ૨૦ ઓવર પૂરી થયા બાદ ૫ વિકેટ ગુમાવીને ૨૪૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ૨૫ વર્ષીય બેટ્‌સમેન આશુતોષ શર્માએ ૨૦૧૮માં રમતના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ તેની કારકિર્દીની દસમી T20 મેચ હતી.

જાે કે, તેણે મધ્ય પ્રદેશ માટે તેની શરૂઆત કરી હતી, તેણે ૨૦૧૯ માં મધ્ય પ્રદેશ માટે તેની છેલ્લી ્‌૨૦ મેચ રમી હતી. આશુતોષે ૨૦૧૯માં તેની પ્રથમ ૫૦ ઓવરની મેચ રમી હતી, પરંતુ તે હજુ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની રાહ જાેઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.