અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોનમાં રન એન્ડ રાઇડર ૧૩ નાં દોડવીર અશ્વિન ટંડેલની સિદ્ધિ

હાંસોટ, અંકલેશ્વર ખાતે ડી.એ.આનંદપરાની યાદમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં ૩૫૦૦ જેટલાં દોડવીરોએ ૨૧, ૧૦, ૫ અને ૩ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અંકલેશ્વર-હાંસોટનાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લેટ અને મૂળ અંકલેશ્વર નિવાસી પ્રજ્ઞા મોહન (એશિયન ગેમ્સ એન્ડ કોમનવેલ્થ ગેમ્સ પ્લેયર) સહિત મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી ક્રમશઃ દરેક અંતરની દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.
સવારની ઠંડકસભર વાતાવરણમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકો, એન.સી.સી. કેડેટસ્, કોલેજીયન યુવક-યુવતીઓ, વડીલો ઉપરાંત મહિલાઓએ આ દોડમાં ખૂબજ ઉત્સાહભેર જાેડાયા હતાં. દર વખતની જેમ આ વખતે પણ સુરત રન એન્ડ રાઇડર ૧૩ તેમજ વલસાડનાં દોડવીર અશ્વિન ટંડેલ અને તેજસ પટેલને શિરે આયોજક હાર્દિક પુરોહિત દ્વારા ૧૦ કિમી દોડમાં શાળાનાં બાળકોની સહભાગિતાની જવાબદારી સોંપવામાં આવી હતી.