Western Times News

Gujarati News

સેવાલિયા પોલીસ મથકના ASI 2000 ની લાંચ લેતા પકડાયા

(પ્રતિનિધિ)નડિયાદ, સેવાલિયા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ સુલે ભંગની અરજી બાબતે રૂા.૨,૦૦૦ ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સેવાલિયા પોલીસ મથકમાં એક વ્યક્તિના મિત્ર સામે સુલેહ ભંગનો કેસ થયો હતો જેની તપાસ સેવાલિયા પોલીસ મથકના એ.એસ.આઇ રમેશ ભેમા ડાભી હાલ રહે., જી.એસ.ઇ.સી.એલ. ક્વાર્ટસ, થર્મલ, તા. ગળતેશ્વર, જી. ખેડા મુળ રહે પીઠાઇ,

જબુની મુવાડી પાસે, તા. કઠલાલ, કરતા હતા લાંચીયાએ એસ આઈ રમેશ ડાભીએ આ વ્યક્તિના મિત્રને અટકાયત કરી જામીન પર છોડવા માટે રૂા.૧૦૦૦ લાંચ પેટે લીધા હતા સાથે લાચીયા એ.એસ.આઇ રમેશ ડાભીએ આ બાબતે આ વ્યક્તિના મિત્રને વધુ હેરાન ગતિ નહીં કરવા માટે બીજા રૂા.૨૦૦૦ લાંચ પેટે માંગ્યા હતા

વધુ લાચ આપવા ન માંગતા આ વ્યક્તિએ નડિયાદ સ્થિત જીલ્લા એસીબી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી. જેના પગલે નડિયાદ સ્થિત જીલ્લા એસીબી પોલીસે આજે છટકું ગોઠવી સેવાલિયા પોલીસ સ્ટેશન બહારના ભાગેથી લાચીયા એ.એસ.આઇ રમેશ ભેમા ડાભીને આ વ્યક્તિ પાસેથી રૂા.૨૦૦૦ની લાચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

દરમિયાન નડિયાદ એસીબીએ સેવાલિયા પોલીસ મથકના લાંચીયા.એસ.આઇ રમેશભાઈ માં ડાભી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.