Western Times News

Gujarati News

આ રાજ્યના ગામલોકોએ ASI પર તીક્ષ્ણ હથિયાર વડે માથા પર હુમલો કર્યો

બે વર્ષ પહેલા પણ ASIની હત્યા કરવામાં આવી હતી-એએસઆઈ રાજીવ કુમાર પર ગામ લોકોએ ગુનેગારને જાહેર કરવા માટે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું

બિહારમાં બે દિવસમાં બે પોલીસ અધિકારીઓની હત્યા

પટણા, બિહારના મુંગેરમાં વધુ એક ASIની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વિવાદ ઉકેલવા માટે છજીં પોલીસ ટીમ સાથે નંદલાલપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. બે પરિવારો વચ્ચે ઝઘડાના સમાચાર હતા. માહિતી મળ્યા બાદ એએસઆઈ સંતોષ કુમાર તેમની ટીમ સાથે બંને પક્ષકારો સાથે વાત કરવા આવ્યા હતા.

આ દરમિયાન જ્યારે વિવાદ વધી ગયો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ છજીં સંતોષ કુમાર પર તીક્ષ્ણ હથિયાર વડે તેમના માથા પર હુમલો કર્યો હતો. હુમલામાં છજીં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થિતિ એવી બની કે તેને પટના રેફર કરવો પડ્યો. પરંતુ એએસઆઈને બચાવી શકાયા ન હતા અને તેમનું મૃત્યુ થયું હતું. મુફસિલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ચંદન કુમારે સંતોષ કુમારના મૃત્યુની પુષ્ટિ કરી છે.

તે માત્ર ૨ દિવસ પહેલા, જ્યારે બિહારના અરરિયામાં એક ASI પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બાદ છજીં તેમની ટીમ સાથે અરરિયાના લક્ષ્મીપુર ગામમાં પહોંચ્યા હતા. જ્યારે તે એક ગુનેગારને પકડવા ગયો હતો, ત્યારે એએસઆઈ રાજીવ કુમાર પર ગામલોકોએ ગુનેગારને જાહેર કરવા માટે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ ઘાયલ ASI સંતોષ કુમાર ભભુઆનો રહેવાસી છે જે ડાયલ ૧૧૨ પર ડ્યુટી કરે છે. શુક્રવારે સાંજે ૭.૪૫ કલાક ITC નંદલાલપુર પાસે બે પક્ષો કોઈ મુદ્દે ઝઘડો કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતાં એએસઆઈ સંતોષ કુમાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે લડતા બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એક પક્ષે તેના માથા પર તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો.

જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ઘાયલ થયા બાદ તેને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં સદર ડીએસપી અભિષેક આનંદ સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ખાનગી ન‹સગમાં પહોંચી ગઈ હતી. ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને પટના રેફર કરી દીધો. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.