ખંભાતના ASI નું હાર્ટએટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

Files Photo
ખંભાત, એએસઆઈ મનુભાઈ કલ્યાણભાઈનું ૫૦ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી મોત થયં, છે. જેને પગલે પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે.
જાે કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન આજે આણંદના ખંભાતમાં હાર્ટ એટેકની ઘટના બની છે.
ખંભાત શહેર પોલીસના એ એસ આઈનું હાર્ટએટેકથી મોત થયું છે. એએસઆઈ મનુભાઈ કલ્યાણભાઈનું ૫૦ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી મોત થયું છે. જેને પગલે પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.SS3SS