સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનાં એ.એસ.આઇ. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત

સુરત, સુરતનાં ઓલપાડ તાલુકાનાં બલકસ ગામનાં અગ્રણી હરિભાઈ બાલુભાઈ આહિરનાં સુપુત્ર નવનીતભાઈ આહિર કે જેઓ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. જેમણે પોતાની ફરજને ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી શહેરની કેટલીય ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાની પ્રસંશનીય કામગીરી કરેલ છે.
તેમની આ નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં લઇ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ ચંદ્રક અલંકરણ ૨૦૨૨ અંતર્ગત રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. જે અંતર્ગત તેમને મેડલ તથા સન્માનપત્ર એનાયત કરાયા હતાં. તેમની આ ઉપલબ્ધિ બદલ સમસ્ત બલકસ ગામ સહિત ઓલપાડ તાલુકામાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી.