Western Times News

Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન જશે નહીં

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં વધારો શકે છે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ ૨૦૨૩ માટે પાકિસ્તાન નહીં જાય. હવે એશિયા કપ માટે તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવશે. Asia Cup 2023 likely to be moved out of Pakistan as the Indian team won’t travel to the country

બીસીસીઆઈના આ ર્નિણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા રમીઝ રઝા બીસીસીઆઈના ર્નિણયને લઈને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ છઝ્રઝ્રની બેઠક માટે બહેરીન ગયા છે.

એક પ્રકાશિત સમાચાર અનુસાર, જય શાહ હજુ પણ એશિયા કપના ર્નિણય પર અડગ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ ૨૦૨૩ માટે તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવશે. જાે કે, આ અંગે સત્તાવાર નિવેદન હજુ સુધી બહાર આવ્યું નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે કોઈ માહિતી આપી નથી. અહેવાલો અનુસાર પીસીબીના અધ્યક્ષ નજમ સેઠીએ ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી હતી. આ માંગને એશિયા ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ કારણોસર જય શાહ બહેરીન પહોંચી ગયા છે.

જેમાં એશિયા કપ ૨૦૨૩ અંગે ર્નિણય લેવાનો હતો. પીસીબીએ એશિયા કપને લઈને લીધેલા ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર રમીઝ રજાએ કહ્યું હતું કે જાે ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં જાય અને આ વખતે એશિયા કપ પણ પાકિસ્તાનની ટીમ વિના જ રમવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.