એશિયન ગેમ્સ: ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ-સિલ્વર મેડલની એન્ટ્રી
હાંગઝોઉ, એશિયન ગેમ્સનો આજે પાંચમો દિવસ છે, આજે એવી ઘણી બધી રમતો પણ જાેવા મળશે જેમાં ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં મેડલ જીતી શકે છે. ૨૭ સપ્ટેમ્બરે ભારતે એક પછી એક અનેક મેડલ જીત્યા. ૨૮ સપ્ટેમ્બરે ભારતે વુશૂમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.
ભારતે આજે પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સોનું શૂટિંગમાં મળી આવ્યું હતું. અર્જુન ચીમા, સરબજાેત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે યજમાન ચીનને માત્ર એક પોઈન્ટથી હરાવ્યું હતું. ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતની મેડલ સંખ્યા હવે ૨૪ પર પહોંચી ગઈ છે.
રોશિબિના દેવીને સિલ્વર મેડલ મળ્યો છે, પરંતુ વુશૂ (૬૦ કિગ્રા)માં તે ડિફેન્ડિંગ ચેમ્પિયન વુ જિયાઓ વેઈ સામે હારી ગઈ હતી. ભારતનો આ ૨૩મો મેડલ છે. રોશીબીના દેવીનો જન્મ મણિપુરના બિશનપુર જિલ્લામાં થયો હતો. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં તેણીએ મહિલા વુશૂ (સાંડા ૬૦ કિગ્રા) ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
તેણે ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનની મુબશારા અખ્તરને હરાવ્યું હતું. આ પછી તેનો મેડલ નિશ્ચિત થઈ ગયો. તે સેમિફાઇનલમાં ચીનની કાઈ યિંગિંગ સામે હારી ગઈ હતી અને તેને સંયુક્ત બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ તરફ હવે બેડમિન્ટનમાં ભારતની મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રાઉન્ડ-૧૬ની મેચમાં ભારતે મંગોલિયાને ૩-૦થી હરાવ્યું હતું.
ભારતે અત્યાર સુધીમાં જીત્યા કુલ ૨૪ મેડલ
૧. મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદાલ- ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- સિલ્વર મેડલ
૨. અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
૩. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) – બ્રોન્ઝ મેડલ
૪. મેન્સ કોક્સ્ડ ૮ ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
૫. રમિતા જિંદાલ- વુમન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૬. એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, ૧૦ મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
૭. આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ ૪ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
૮. પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
૯. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૧૦. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૧૧. મહિલા ક્રિકેટ ટીમ – ગોલ્ડ મેડલ
૧૨. નેહા ઠાકુર સેલિંગ -સિલ્વર મેડલ
૧૩. ઈબાદ અલી સેલિંગ (ઇજીઃઠ)- બ્રોન્ઝ મેડલ
૧૪. ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હ્રદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ
૧૫. સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( ૫૦ મીટર રાઈફલ ૩પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ
૧૬. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (૨૫ મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધા)- ગોલ્ડ મેડલ
૧૭. સિફ્ત કૌર સામરા ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન (મહિલા)- ગોલ્ડ મેડલ
૧૮. આશી ચોક્સે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન (મહિલા)- બ્રોન્ઝ મેડલ
૧૯. અંગદ, ગુરજાેત, અને અનંત જીતઃસ્કીટ ટીમ સ્પર્ધા (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૨૦. વિષ્ણુ, સર્વનન, સેલિંગ
૨૧. ઈશા સિંહ, ૨૫ મીટર પિસ્તોલ શુટિંગ (મહિલા)- સિલ્વર
૨૨. અનંત જીત સિંહ, શુટિંગ (સ્કીટ)- સિલ્વર મેડલ
૨૩. રોશિબિના દેવી, વુશુ (૬૦ કિગ્રા)- સિલ્વર મેડલ
૨૪. અર્જૂન ચીમા, સરબજાેત સિંહ, શિવ નરવાલ- ૧૦ મીટર એર પિસ્તોલ- ગોલ્ડ મેડલ.SS1MS