એશિયન ગ્રેનિટોએ હિંમતનગરમાં સૌથી મોટો ટાઈલ્સ ડિસ્પ્લે શોરૂમ ખુલ્લો મૂક્યો
કંપનીની પ્રોડક્શન અને ટેકનોલોજીકલ ઉત્કૃષ્ટતાનું એક જ સ્થળે પ્રદર્શન કરતાં દેશની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે ગુજરાતના હિંમતનગર ખાતે ટાઈલ્સ અને સેનિટરીવેરની વિશાળ શ્રેણી ધરાવતો તેનો સૌથી મોટો ડિસ્પ્લે શોરૂમ ખુલ્લો મૂક્યો છે.
25,000 ચોરસ ફૂટના આ શોરૂમમાં સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્શલેન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ક્વાર્ટ્ઝ સહિતની એક્સક્લુઝિવ અને ઉત્કૃષ્ટ શ્રેણીની પ્રોડક્ટ્સ એક જ છત હેઠળ જોવા મળશે. આ શોરૂમમાં તાજેતરમાં જ લોન્ચ કરેલી સેનિટરીવેર રેન્જ પણ રજૂ કરવામાં આવશે.
વિશ્વસનીયતા, સ્વીકૃતતા, સંશોધન, ગુણવત્તાની ખાતરીનો પર્યાય બનેલી એજીએલ એક મજબૂત બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે જે આજે વિશ્વભરમાં જાણીતી બની છે. ઉત્કૃષ્ટ કક્ષાની પ્રોડક્ટ્સ સાથેનો આ શોરૂમ ગ્રાહકોની પસંદગી મુજબની તમામ સાઈઝ, ડિઝાઈન્સ અને ફિનિશ સાથેની 1,400થી વધુ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી સાથે દેશભરના ડીલર્સ અને ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરશે. કંપનીએ 16-22 જૂન દરમિયાન ડીલર્સ મીટનું પણ આયોજન કર્યું છે અને આ એક્સક્લુઝિવ કલેક્શન નિહાળવા માટે દેશભરના બિઝનેસ પાર્ટનર્સને આમંત્રિત કર્યા છે.
આ પ્રસંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં ટાઈલ્સ અને સેનિટરીવેરનો આ સૌથી મોટો ડિસ્પ્લે શોરૂમ હશે અને એશિયન ગ્રેનિટો દ્વારા ઓફર કરાતી સમગ્ર પ્રોડક્ટ રેન્જ અહીં પ્રદર્શિત થશે. વર્ષ 2000માં હિંમતનગરમાં એક નાના એકમથી જ અમે શરૂઆત કરી હતી અને આજે 10 ઉત્પાદન એકમો સાથે ભારતની અગ્રણી ટાઈલ બ્રાન્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. કંપની 6,000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. અમારા તમામ ઉત્પાદન એકમો અહીંથી આસપાસના વિસ્તારોમાં જ આવેલા છે જેથી અમે અહીં જ ડિસ્પ્લે સેન્ટર ઊભું કર્યું છે જેથી એક જ સ્થળે પ્રોડક્ટ્સની સમગ્ર શ્રેણી રજૂ કરી શકાય.
કંપની તેના માનવંતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બજારમાં સતત નવીનતાપૂર્ણ અને મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ રજૂ કરીને ભારતીય સિરામિક ઉદ્યોગમાં પોતાનું અગ્રીમ સ્થાન મજબૂત બનાવવા પ્રયત્નો કરી રહી છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ આજે ભારતની ટોચની ત્રણ લિસ્ટેડ સિરામિક ટાઈલ્સમાં સ્થાન ધરાવે છે અને પ્રિમિયમ જીવીટી ટાઈલ્સ, નેનો ક્રિસ્ટલ, ક્વાર્ટ્ઝ અને માર્બલ વગેરે જેવી હાઈ-એન્ડ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી બે-ત્રણ વર્ષમાં કંપનીએ રૂ. 2,000 કરોડની આવક હાંસલ કરવાનો, 500 એક્સક્લુઝિવ શોરૂમ્સ સુધી રિટેલ નેટવર્ક વિસ્તારવાનો, સેનિટરીવેર અને સીપી ફિટિંગ્સ ક્ષેત્રે પ્રવેશવાનો અને આ સાથે જ સંપૂર્ણ બાથરૂમ સોલ્યુશન પ્રોવાઈડર બનવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
કંપની ડીલર અને સબ-ડીલર નેટવર્ક સાથે 6,500થી વધુ ટચ પોઈન્ટ્સ જેમાં 300થી વધુ એક્સક્લુઝિવ એજીએલ ટાઈલ્સ શોરૂમ્સ અને ભારતભરમાં 13 કંપની હસ્તકના ડિસ્પ્લે સેન્ટર્સ ધરાવે છે. કંપની હાલ 60 દેશોમાં નિકાસ કરી રહી છે અને આગામી સમયમાં 100 દેશોમાં નિકાસનો લક્ષ્યાંક ધરાવે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ સમગ્ર સેગમેન્ટ્સમાં 1,400 ડિઝાઈન્સ સાથે ભારતની સૌથી મોટી સિરામિક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્શલેન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ક્વાર્ટઝ સહિત વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સ ઓફર કરે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ તેની સામાજિક જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધ છે અને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને પર્યાવરણીય બાબતોમાં તેની સામાજિક જવાબદારીઓ પૂરી કરવા સાથે તેની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા ટકાઉ વિકાસ માટે પ્રદાન કરી રહી છે. આ પાસાંને ધ્યાનમાં લઈને જ કંપનીએ આ ક્ષેત્રે જાગૃતતા વધે તે માટે વડાલી ખાતે સરકાર સાથે મળીને એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરી છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશનને પ્રદાન આપવા થકી કંપની બાળકોને સારા શિક્ષણની સાથે તેમને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે પણ કામ કરી રહી છે. આ ઉપરાંત પ્રદેશના સામાજિક તથા આર્થિક વિકાસ માટે પણ કંપનીએ અનેક પહેલ આદરી છે.