Western Times News

Gujarati News

એશિયન ગ્રેનિટોએ વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 360 કરોડના કન્સોલિડેટેડ ચોખ્ખા વેચાણો નોંધાવ્યા

અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2025 – દેશની સૌથી મોટી લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને નવ મહિના માટે સારી ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. ગેસની કિંમતોમાં થોડાક ઘટાડા અને ઊંચા રિયલાઇઝેશનના લીધે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એબિટા વાર્ષિક ધોરણે 955 ટકા વધીને રૂ. 16 કરોડ (એબિટા માર્જિન 4.41 ટકા) રહી હતી.

Asian Granito India Ltd reports Consolidated Net Sales of Rs. 360 crore in Q3FY25

નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 371 કરોડના કન્સોલિડેટેડ ચોખ્ખા વેચાણો સામે સ્થાનિક માંગમાં સુસ્તી અને ટાઇલ્સ નિકાસોમાં સતત રહેલી નબળાઈના લીધે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા વેચાણો રૂ. 360 કરોડ રહ્યા હતા. કંપનીએ 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1 કરોડની કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી ખોટ નોંધાવી છે

જેની સામે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8 કરોડની ચોખ્ખી ખોટ હતી. નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નિકાસો રૂ. 60 કરોડ રહી હતી જે ક્વાર્ટ્ઝની નિકાસોના પગલે નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 22 ટકા વધીને રૂ. 79 કરોડ રહી હતી.

કંપનીના પરિણામો અને કામગીરી અંગે ટિપ્પણી કરતાં, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે,એજીએલ ડિમર્જર જેવી વ્યૂહાત્મક પહેલ, રિટેલ હાજરી અને શોરૂમ્સના વિસ્તરણ તથા રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવી એ વૈશ્વિક બ્રાન્ડ બનવાની અમારી મજબૂત પ્રતિબદ્ધતા અને મહત્વાકાંક્ષા દર્શાવે છે. કંપની કુલ રૂ. 6,000 કરોડની આવકના લક્ષ્યાંક હાંસલ કરવાના લાંબા ગાળાના વિઝન સાથે પ્રતિબદ્ધ છે.

કાચા માલના ખર્ચમાં વધઘટ, નિકાસ નીતિઓ અને વ્યાપાર તથા માર્જિન બંનેને અસર કરતી ઉગ્ર સ્પર્ધા જેવા પડકારોનો સામનો કરવા છતાં કંપનીએ નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળા અને 9 મહિના માટે મજબૂત પરિણામો દર્શાવ્યા છે. ભારતીય સિરામિક ઉદ્યોગમાં મુખ્ય કંપની તરીકે, કંપનીનો ઉદ્દેશ ગ્રાહકો સાથે વધુ સારા જોડાણ અને વિકાસ માટે સતત પ્રોડક્ટ ડેવલપમેન્ટ, નવી ડિઝાઇન્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી દ્વારા પોતાનો બજાર હિસ્સો વધારવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.