Western Times News

Gujarati News

એશિયન પેઇન્ટ્સનો શેર 9% તૂટ્યોઃ નબળા પરિણામો જાહેર થયાની અસર

અમદાવાદ, સોમવારે સવારે શેર બજાર ખુલતાની સાથે જ 79179 પોઈન્ટ નીચે ગયું હતું. 10.30 કલાકની આસપાસ પોઝીટીવમાં ટ્રેન્ડ થવાની શરૂઆત થઈ હતી અને 11.30 સુધીમાં (Asian Paint Share) 500 પોઈન્ટ ઉપર ટ્રેડ કરવા લાગ્યુ હતું.  એશિયન પેઈન્ટે અપેક્ષા કરતાં અત્યંત નબળા પરિણામ જાહેર કરતાં જ આજે શેર 9 ટકા તૂટ્યો હતો. એશિયન પેઈન્ટનો શેર 2769.25 છેલ્લા દિવસનો બંધ હતો જે 2578 ખુલીને 2591 હાઈ સુધી પહોંચી 2507 પર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. એશિયન પેઈન્ટના શેરની 52 અઠવાડિયાની હાઈ 3422 અને 52 વિક લો 2507 છે.

BSE Stock Market : ભારતીય શેરબજાર છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી મંદ રહ્યા બાદ હવે ઉછળ્યા છે. આજે પણ માર્કેટની શરૂઆત ફ્લેટ રહી હતી. પરંતુ બાદમાં આઈટી-ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા. 11.05 વાગ્યે સેન્સેક્સ 437 પોઈન્ટ ઉછળી 79923.92 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ ઉછળી 24380.20 પર ટ્રેડ થઈ રહ્યો હતાં. 313 શેર્સમાં અપર સર્કિટ અને 199 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ 230 શેર્સમાં લોઅર સર્કિટ અને 45 શેર્સ વર્ષના તળિયે નોંધાયા હતા.

શેરબજારમાં હજી મંદીના વાદળો હટ્યા નથી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.

વૈશ્વિક પડકારો અને નિરાશાજનક કમાણીના પગલે શેરબજારમાં મંદીનુ જોર વધ્યું છે. એફઆઈઆઈ પણ સતત વેચવાલી નોંધાવી રહ્યું છે. નિફ્ટી ખાતે લિસ્ટેડ 50 ટકાથી વધુ કંપનીઓએ અપેક્ષા કરતાં નબળો અને ઓછો નફો નોંધાવ્યો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. શેરબજારમાં આજે ઉછાળા પાછળનું કારણ ચીનના નબળા આર્થિક ડેટા છે. ચીને જીડીપીના રિકવરી માટે આર્થિક પેેકેજ જાહેર કર્યુ હોવા છતાં ગ્રોથ નબળો જોવા મળ્યો છે.zinka logistics ipo gmp  swiggy share price

Asian Paints shares plunge 9% as brokerages sound the alarm over underwhelming Q2 results google trends


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.