Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીના શો ‘ખતરો કે ખિલાડી ૧૪’માંથી બહાર થયો આસિમ રિયાઝ

મુંબઈ, આસિમ રિયાઝ પોતાના અંદાજ માટે જાણીતો છે. થોડા વર્ષાે પહેલા પણ તેમણે કહ્યું હતુ કે, તે બિગ બોસ બાદ અનેક મોટા શોની ઓફર થઈ હતી, પરંતુ તેમણે યોગ્ય પૈસા ન મળવાને કારણે આ પ્રોજેક્ટ માટે ના પાડી હતી. બિગ બોસ ૧૩ બાદ આસિમ રિયાઝ અનેક મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો.

હવે ૪ વર્ષ બાદ રોહિત શેટ્ટીના શો ખતરો કે ખેલાડીની સીઝન ૧૪માં આસિમ ટીવી પર પરત ફરી રહ્યો છે પરંતુ સુત્રો અનુસાર મળતી જાણકારી મુજબ રોહિત શેટ્ટીએ આસિમ રિયાઝને તેના એટીટ્યુડના કારણે શોમાંથી બહાર કર્યાે છે.

કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શોનો ભાગ થયા બાદ આસિમ ન તો ખતરો કે ખેલાડીના સ્પર્ધકો માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતો. કે પછી તેમણે તમામ ખેલાડીઓ સાથે રોમાનિયા માટે ફ્લાઈટ પકડી હતી.કહેવામાં આવ્યું હતુ કે, આસિમ રોમાનિયા બીજી ફ્લાઈટથી પહોંચશે.

રિયાઝના ચાહકો તેને ખતરો કે ખેલાડીના શોમાં જોવા માટે ઉત્સુક હતા પરંતુ હવે રોમાનિયાથી આસિમના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.ઈ-ટાઈમ્સ ટીવીના રિપોર્ટ મુજબ ખતરો કે ખેલાડીના શૂટિંગ સમયે આસિમ રિયાઝ એક ટાસ્કમાં ખરાબ રીતે બહાર થયો હતો પરંતુ ટાસ્ક હાર્યા બાદ આસિમ શોના હોસ્ટ રોહિત શેટ્ટી સાથે ઝગડો કરવા લાગ્યો હતો અને આ કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો છે પરંતુ આસિમ રિયાઝને બહાર કાઢવાના સમાચારને લઈ અત્યારસુધી કલર્સ ટીવીના પીઆર ટીમ તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી.

રિયાઝની સાથે સુમોન ચક્રવર્તી, શાલીન ભનૌટ, અભિષેક કુમાર, કૃષ્ણા શ્રોફ, ગશ્મીર મહાજની, આશિષ મેહરોત્રા જેવા અનેક સેલિબ્રિટી રોહિત શેટ્ટીના આ રિયાલિટી શોનો ભાગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.