ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ અમદાવાદમાં ડામર પીગળવાનો શરૂ થયો
અરમાઈડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા રોડ કોર્પોરેશનના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતા ગરમીમાં રોડ પીગળ્યો છે.
અમદાવાદ, અમદાવાદમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે, હજુ તો ગરમી શરુ થઈ જ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે.
અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગતળે આવ્યો છે. શહેરમાં અરમાઈડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ તો ગરમી શરુ થઈ જ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે. સામાન્ય ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરુઆત થતાં અનેક સવાલો થઈ રહ્યાં છે. રોડ પીગળતા વાહનચાલકોને વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યાં છે.
અમદાવાદમાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહદારીઓના પગરખા પણ ડામરમાં ચોટી રહ્યાં છે. તેમજ વાહનોના ટાયરને પણ ડામર ચોટી રહ્યાં છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છેરોડનું બેલ્સિંગ તો ઠીક રોડમાં એવું હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તેવા અંદેશો આવી રહ્યો છે કે રોડ ઉનાળાની ગરમી પડે તે પહેલા જ પીગળી રહ્યો છે.
આ રોડ કોર્પોરેશનના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતા ગરમીમાં રોડ પીગળ્યો છે. થોડા દિવસ અગાઉ જ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ થઈ હતી પણ હવે રાહદારીઓ અને વાહનચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગરમીનો પારો ચડે તેના પહેલા રોડ ઓગળવાનું શરૂ થઈ ગયું છે. કારણ કે આ રોડમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોય તો જ આ કારનામું શક્ય બને.