ડૉક્ટરે સૂઈ રહેલા સગીર ઉપર ઉકળતું પાણી રેડ્યુ
ડોક્ટરે સગીર ઘરઘાટી ઉપર ઉકળતું પાણી નાખી દીધું તેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયોઃ ડોક્ટરની ધરપકડ
ગુવાહાટી, આસામમાં એક ડૉક્ટર અને તેની પત્નીની ઘરમાં સૂઈ રહેલા ઘરઘાટીનું કામ કરતા ૧૨ વર્ષીય બાળક પર ઉકળતું પાણી નાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવાર રાત્રે આ જાણકારી આપતા જણાવ્યું કે આસામ મેડિકલ કોલેજ તથા હૉસ્પિટલના ડૉક્ટર સિદ્ધિ પ્રસાદ દેઉરી અને મોરન કૉલેજની પ્રિન્સિપલ તેમની પત્ની મિતાલી કુંવર ઘટના બાદ ઘરેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરીને બાદમાં તેમને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ, દેઉરી પર આરોપ છે કે ડિબ્રૂગઢ સ્થિત પોતાના ઘરમાં સૂઈ રહેલા સગીર ઘરઘાટી પર ઉકળતું પાણી નાખી દીધું. તેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો.
આ ઘટનાની પ્રત્યક્ષદર્શી તેની પત્ની પર સગીરની કોઈ મદદ કે ઉપચાર ન કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ ઘટના સમયે દઉરી નશામાં ધૂત હતા. જ્યારે આ મામલાની જાણકારી જિલ્લા બાળ કલ્યાણ સમિતિને મળી તો તેઓએ બાળકને રેસ્ક્યૂ કરાવ્યું અને પોલીસને જાણ કરી. મળતી માહિતી મુજબ, જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ મામલાની જાણકારી ૨૯ ઓગસ્ટે એક અજ્ઞાત સ્ત્રોતના માધ્યમથી મળી હતી, જેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો જિલ્લા બાળ કલ્યાણ સમિતિને મોકલ્યો હતો.
બીજી તરફ હાલ બાળકને ચાઇલ્ડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ બાળકનું નિવેદન નોંધ્યું છે. એડિશનલ પોલીસ કમિશ્નર (કાયદો વ્યવસ્થા) જીપી સિંહે જણાવ્યું કે, ડિબ્રૂગઢના દંપતિ જેઓએ હાઉસ હેલ્પર પર ગરમ પાણી વેડ્યું હતું, તેમની નગાંવગી ધરપકડ કરી લેવામાં આવી છે. દંપતિની વિરુદ્ધ બાળ અને કિશરો શ્રમ નિષેધ અધિનિયમ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
તેઓએ જણાવ્યું કે, પોલીસ દંપતીના ઘરે પહોંચી હતી જેથી તેમની પૂછપરછ કરી શકાય, પરંતુ ત્યાં પહોંચીને જાણવા મળ્યું કે આરોપી ડૉક્ટર દઉરી કેન્સરના દર્દી છે અને તેમને સલાઇન ચઢાવવામાં આવી રહી તી. બંનને ટૂંક સમયમાં સ્થાનિક પોલીસ સ્ટેશન પર રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. દંપતિ ત્યાંથી ફરાર થઈ ગયું, ત્યારબાદ પોલીસે તેમને તલાશ કરીને ધરપકડ કરી લીધી. SSS