દહેજમાં એસ્ટ્રલે અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ 17 એકરમાં શરૂ કર્યો
એસ્ટ્રલે દહેજમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરીને ક્ષમતા વિસ્તરણ કર્યું
અમદાવાદ/દહેજ, ભારતની અગ્રણી એડહેસિવ ઉત્પાદક અને એસ્ટ્રલ લિમેટેડની કંપની એસ્ટ્રલ એડહેસિવ્સ ગુજરાતમાં દહેજ ખાતે અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાની ગૌરવપૂર્ણ જાહેરાત કરી છે.
17 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલી અત્યાધુનિક સુવિધા વિશ્વકક્ષાનાં ઉત્પાદન પ્રત્યે એસ્ટ્રલ એડહેસિવ્સની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અત્યાધુનિક ઓટોમેશન, સલામતીનાં નિયમોનું કડક પાલન અને અર્ગોનોમિક્સ પર સતત ફોકસને કારણે આ સુવિધા કંપનીના વિઝનરી મિશનને અનુરુપ છે.
સમારોહનાં ભવ્ય ઉદઘાટન પ્રસંગે એસ્ટ્રલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ એન્જિનિયર અને સમગ્ર એન્જિનિયર પરિવાર ઉપસ્થિત રહ્યું હતું. કંપનીનાં આ અગ્રણી ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો શુભારંભ એડહેસિવ્સ બિઝનેસ માટે યાદગાર પ્રસંગ હતો.
આ વિશેષ પ્રસંગે ટિપ્પણી કરતા એસ્ટ્રલ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (એડહેસિવ્સ બિઝનેસ) સૌમ્ય એન્જિનિયરે જણાવ્યું હતું કે, “આ ઉત્પાદન સુવિધાનો પ્રારંભ અમારા બિઝનેસનાં વિસ્તરણની યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તે અમારી વર્તમાન ક્ષમતાઓને મજબૂત કરે છે, પ્રક્રિયાને સરળ કરે છે અને ઉત્પાદનને પ્રમાણિત કરે છે, જેને કારણે અમારી પ્રોડક્ટ ડિલિવરી વિસ્તૃત બને છે.
રો મટિરિયલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ માટે નોંધપાત્ર સંગ્રહ ક્ષમતાથી સજ્જ આ પ્લાન્ટને કારણે અમે ભારતીય બજાર અને અમારા આંતરરાષ્ટ્રીય ગ્રાહકોની બદલાતી જતી માંગને પહોંચી વળવા સુસજ્જ છીએ. દહેજ પ્લાન્ટ ઉત્કૃષ્ટતા પ્રત્યેની અમારી સમર્પિતતા અને અમારા ગ્રાહકોને ગુણવત્તા અને ઇનોવેશન પૂરાં પાડવાની અમારી પ્રતિબધ્ધતાનું પ્રતીક છે.”
દહેજ પ્લાન્ટનાં વ્યૂહાત્મક લાભ અનેક પ્રકારનાં છે, અમે કેટલાંક મોરચે એસ્ટ્રલની ક્ષમતાઓ મજબૂત કરીશું. તેનાંથી કંપનીની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત થશે, જેને કારણે તે વૈવિધ્યપૂર્ણ ગ્રાહક જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ બનશે. એડવાન્સ્ડ ઓટોમેશન અને ક્વોલિટી કન્ટ્રોલનાં પગલાંને કારણે એસ્ટ્રલ તેની પ્રોડક્ટ્સની સમાનતા અને સાતત્યતા સુનિશ્ચિત કરી શકશે અને ઉત્પાદન પ્રક્રિયાને સરળ બનાવીને લીડ ટાઇમ ઘટાડશે અને પ્રોડક્ટ ડિલિવરી વધારશે.
એસ્ટ્રલમાં પર્યાવરણ સાતત્યતા નક્કર મૂલ્ય છે અને દહેજ પ્લાન્ટ પણ તેમાં અપવાદ નથી. કંપની ઝીરો વેસ્ટ ડિસ્ચાર્જ હાંસલ કરવા, ઇકોલોજિકલ ફુટપ્રિન્ટ ઘટાડવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં, આ પ્લાન્ટ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મદદ કરી રહી હોવાનું પ્રમાણ છે, જે રાષ્ટ્રની વૃધ્ધિ અને વિકાસમાં પ્રદાન કરશે.