એસ્ટ્રલનો પેઈન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ, વિશાળ રેન્જ સાથે એસ્ટ્રલ પેઈન્ટ્સ બિઝનેસ શરૂ
અમદાવાદ, 25 મે, 2024: બિલ્ડિંગ કંસ્ટ્રક્શન સેગમેન્ટમાં ટોચની ઈનોવેટર અને ઝડપથી ઉભરતી બિલ્ડિંગ મટિરિયલ કંપની એસ્ટ્રલ લિમિટેડે નવી વિશાળ પેઈન્ટ લાઈન સાથે એસ્ટ્રલ પેઈન્ટ્સ બિઝનેસ લોન્ચ કરી છે. એસ્ટ્રલ લિમિટેડની આ નવી આકર્ષક બ્રાન્ડ રંગના વિવિધ વિકલ્પો, ફિનિશિંગ અને ખાસ ફોર્મ્યુલેશન્સથી સજ્જ છે, જે ડિઝાઈનર અને મકાનમાલિકોની જરૂરિયાતો પૂરી કરવા વિશાળ રેન્જમાં વિકલ્પો પ્રદાન કરે છે. Astral Limited Launches Comprehensive New Paint Line as Astral Paints
2022માં જેમ પેઈન્ટ્સ (GEM Paints)નો મોટાભાગનો હિસ્સો હસ્તગત કર્યા બાદ એસ્ટ્રલ લિમિટેડ પેઈન્ટ ઈન્સ્ટ્રીમાં પ્રવેશ કરવા સજ્જ બની હતી. એસ્ટ્રલ પેઈન્ટ્સે બેંગ્લુરૂમાં બે દિવસીય ઈવેન્ટ બાદ આજે અમદાવાદમાં લોન્ચિંગથી શરૂઆત કરી છે. આ વ્યૂહાત્મક પગલું દેશભરમાં વિસ્તરણની શરૂઆત સાથે એસ્ટ્રલ પેઈન્ટ્સની સંપૂર્ણ રેન્જ પ્રદર્શિત કરે છે. જેની શરૂઆત કર્ણાટક અને ગુજરાતથી થઈ છે.
એસ્ટ્રેલ લિમિટેડના સીએમડી શ્રી સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, “એસ્ટ્રલ પેઈન્ટ્સની શરૂઆત એસ્ટ્રલ લિમિટેડના પ્રવાસમાં નોંધપાત્ર સફળતા દર્શાવે છે. તેનુ વ્યૂહાત્મક પગલું ભારતીય બજારમાં વિવિધ વિકલ્પો સાથે અમારી ઉપસ્થિતિમાં વધારો કરે છે. બિલ્ડિંગ મટિરિયલ્સમાં અમારી ઊંડી સમજ અને બહોળા અનુભવનો લાભ મળ્યો છે. અમને આશા છે કે, એસ્ટ્રલ પેઈન્ટ્સ
તેની વર્સેટાઈલ પેઈન્ટસ, કલરની વિશાળ રેન્જ અને અજોડ ગુણવત્તા ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવશે. ઈન્ડસ્ટ્રી સાથે મારા પિતાનુ જોડાણ હોવાથી મારા ર્હદયમાં પેઈન્ટ્સ વિશેષ સ્થાન ધરાવે છે. અમે એસ્ટ્રલનુ મુખ્ય મૂલ્ય ‘વિશ્વાસ‘ સાથે જોડાયેલા છીએ અને એસ્ટ્રલનો વિશ્વાસ હવે પેઈન્ટ્સમાં પણ જોવા મળશે તેની ખાતરી આપીએ છીએ.”
એસ્ટ્રલ અડ્હીસિવ્સ એન્ડ પેઈન્ટ્સના સીઈઓ શ્રી સૌમ્ય એન્જિનિયરે ઉમેર્યુ હતું કે, “અમે એસ્ટ્રલ લિમિટેડની કેપમાં વધારો કરવા માટે જ નહીં, પરંતુ એસ્ટ્રલ ગ્રુપનો અગ્રણી બિઝનેસ તરીકે ખ્યાતિ મેળવવા એસ્ટ્રલ પેઈન્ટ્સ લોન્ચ કરી રહ્યા છીએ. અડ્હીસિવ્સ, બાંધકામ, કેમિકલ્સ, અને બાથવેર સહિતના અમારા અન્ય સાહસો જે રીતે અમારો સાતત્યપૂર્ણ અને વ્યૂહાત્મક અભિગમ સફળ સાબિત થયો છે, તે જ અભિગમ સાથે અમે પેઈન્ટ્સ બિઝનેસનો ગ્રોથ કરીશું. અમે ભારતભરમાં ઝડપથી વિસ્તરણ કરવા માગતા નથી. અમે આગામી 3 વર્ષમાં વિવિધ બજારોમાં અમારી પ્રોડક્ટ રજૂ કરી સમગ્ર દેશને આવરી લેવાના ઉદ્દેશ સાથે વ્યૂહાત્મક રીતે આગળ વધીશું.”
એસ્ટ્રલ પેઈન્ટ્સને એપ્લિકેશન્સના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જે દરેક પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ ઉકેલ તરીકે કામ કરવાની ખાતરી આપે છે. જે લકઝરી, પ્રીમિયમ અને ઈકોનોમી સેગમેન્ટ્સમાં ઈન્ટિરિયર, એક્સટિરિયર ઈમલ્સન્સ માટે ડેકોરેટિવ પેઈન્ટ્સ સહિત વિવિધ રેન્જ ઓફર કરે છે. જેમાં ઈન્ટિરિયર ઈમલ્સન્સ માટે એલિટા, એસ્ટીમા, અને સ્ટાઈલા, અને એક્સ્ટિરિયર ઈમલ્સન્સ માટે એક્સટ્યુરા પ્લસ, એક્સટ્યુરા અને રાગા સમાવિષ્ટ છે.
વધુમાં એસ્ટ્રલ પેઈન્ટ્સ પ્રાઈમર્સ, પુટ્ટી, સિન્થેટિક એનેમેલ્સ, અને રોલર તથા બ્રશ જેવી એન્સિલરી પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પણ ઓફર કરે છે. એસ્ટ્રલ પેઈન્ટ્સ એક વિશાળ કલર પેલેટ પણ ધરાવે છે.
જેમાં તે પારંપારિક ક્લાસિકથી માંડી લેટેસ્ટ ટ્રેન્ડને અનુરૂપ 1400થી વધુ રિફ્રેશિંગ કલર્સ ઉપલબ્ધ છે. જે તમારી દ્રષ્ટિ અને પસંદને અનુરૂપ પસંદગી કરવાની પરવાનગી આપે છે. ગ્રાહકોની જરૂરિયાતોને આધારે એસ્ટ્રલે ઉચ્ચ ટકાઉપણું અને ઓઈલ-રેસિસ્ટન્ટ (તેલ-પ્રતિરોધક) ગુણધર્મો સાથે કિચન સ્પેશિયલ પેઈન્ટ જેવા વિશિષ્ટ પેઈન્ટ પણ રજૂ કર્યા છે.
એસ્ટ્રલ લિમિટેડે બિલ્ડિંગ કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. જે દેશના ઘર-ઘર સુધી પ્રચલિત થઈ છે. વાસ્તવમાં પાઈપ કંપની એસ્ટ્રલ ભારતમાં ઝડપથી વિકસી ટોચની પાઈપ મેન્યુફેક્ચરિંગ કંપની બની છે. કંપની વોટર ટેન્ક, અડ્હીસિવ્સ, કંસ્ટ્રક્શન કેમિકલ્સ, વોટરપ્રુફિંગ અને હવે પેઈન્ટ્સ સહિત વિવિધ પ્રોડક્ટ કેટેગરી સાથે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ધરાવે છે.