પુષ્પાનો અલ્લુ અર્જુન બન્યો ગુજરાતની આ જાણીતી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર
એસ્ટ્રલે દક્ષિણ ભારતના બજારમાં એની કામગીરી વધારવા આઇકોનિક સ્ટાર સાથે જોડાણ સાથે કંપનીનો ઉદ્દેશ દક્ષિણ ભારતના બજારોમાં એસ્ટ્રલના પાઇપિંગ વર્ટિકલમાં વિસ્તરણ કરવાનો અને આ વ્યવસાયને મજબૂત કરવાનો છે
એસ્ટ્રલ અલ્લુ અર્જુનના મોટી સંખ્યામાં ચાહકો સુધી પહોંચશે, જેના પગલે દક્ષિણ ભારતમાં બ્રાન્ડની પોઝિશન મજબૂત થશે અને વેચાણ વધશે
મુંબઈ, બિલ્ડિંગ સામગ્રીમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક એસ્ટ્રલ લિમિટેડએ પાઇપ્સ અને વોટર ટેંકના વ્યવસાય માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે જોડાણ કરવાની જાહેરાત કરી છે. આ જોડાણથી એસ્ટ્રલ પાઇપ્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમનું મૂલ્ય વધશે અને બજારમાં એસ્ટ્રલના વ્યવસાયને વેગ મળશે. Astral partners with Iconic Star Allu Arjun to strengthen its presence in the southern market
આ જોડાણ પર એસ્ટ્રલના શ્રી કૈરવ એન્જિનીયરે કહ્યું હતું કે, “આ જોડાણ બ્રાન્ડ તરીકે અમારા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે શ્રી અલ્લુ અર્જુન તેમની વિશિષ્ટ અભિનય અને નૃત્યુની શૈલી માટે પ્રસિદ્ધ કલાકાર છે તથા મોટી સંખ્યામાં પ્રશંસકો ધરાવે છે.
એસ્ટ્રલમાં અમને અમારી બ્રાન્ડ ઇક્વિટી વધારવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં બ્રાન્ડને મજબૂત કરવા તેમની સાથે જોડાણ કરવાની ખુશી છે. અતિ લોકપ્રિય સ્ટાર સાથે પ્રાદેશિક જોડાણથી અમને કામગીરી મજબૂત કરવામાં મદદ મળશે, જે આ બજારોમાં લોકો સુધી અમારી પહોંચ અને બજારહિસ્સો વધારવામાં સહાયક બનશે.”
તેમના અભિપ્રાયની પુષ્ટિ કરતાં શ્રી અલ્લુ અર્જુને કહ્યું હતું કે, “મને એસ્ટ્રલ પાઇપ્સ સાથે જોડાણ કરવાની ખુશી છે. એસ્ટ્રલ લોકપ્રિય બ્રાન્ડ છે તથા તેની ગુણવત્તા, ઇનોવેશન અને ભવિષ્યલક્ષી વિચારસરણી માટે જાણીતી છે. હું બ્રાન્ડની વિવિધતાને વ્યક્ત કરી શકું છું અને અમારા જોડાણને આગળ વધારવા આતરુ છું.”
એસ્ટ્રલ લિમિટેડ પાઇપિંગ વ્યવસાયમાં વોલ્યુમમાં અગ્રણી ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી કંપનીઓ પૈકીની એક છે અને આ વ્યવસાય કંપનીમાં સારું એવું પ્રદાન કરે છે. દક્ષિણ ભારત એસ્ટ્રલ લિમિટેડ માટે વિશાળ બજાર છે. પાઇપ્સ અને બિલ્ડિંગ સામગ્રી ઉપરાંત એસ્ટ્રલે એડહેસિવ્સ, વોટર ટેંક, સેનિટરીવેર અને ફોસેટ સહિત પોર્ટફોલિયોમાં વિવિધતા ઊભી કરી છે.
આવકમાં નોંધપાત્ર વધારો કરવાના વિઝન અને સંપર્ણ પાઇપિંગ વ્યવસાયનું પ્રદાન નોંધપાત્ર કરવાના કંપનીના વિઝનને સાકાર કરવાની દિશામાં આ નિર્ણય વ્યૂહાત્મક છે.