૧૦ લાખમાં જાપાનની રૂબી રોમન દ્રાક્ષ બની વિશ્વનું સૌથી મોંઘું ફળ

નવી દિલ્હી, ફળ ખાવાને હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે, જાેકે ક્યારેક તે મનપસંદ ફળની કિંમત એટલી વધી જાય છે કે લોકોએ તેને ખરીદતા પહેલા બે વાર વિચારવું પડે છે. આવું જ એક ફળ આજકાલ તેની કિંમતને લઈને ચર્ચામાં છે. દુનિયાનું આ સૌથી મોંઘું ફળ જાેઈને તમારા મોંમાં પાણી આવી જશે. આ રસદાર દ્રાક્ષ છે જેને તેમના લાલ રંગને કારણે જાપાનમાં રૂબી રોમન દ્રાક્ષ કહેવામાં આવે છે.
આ ફળની કિંમતને કારણે વિશ્વ વિક્રમ સર્જાયો હતો અને તેને વિશ્વના સૌથી મોંઘા ફળનો ખિતાબ આપવામાં આવ્યો હતો. કિંમતના કારણે તેને વર્લ્ડ રેકોર્ડ બુકમાં પણ સ્થાન મળ્યું છે. જાપાનમાં, રૂબી રોમન દ્રાક્ષનો સમૂહ ૨૦૨૦ની હરાજીમાં ઇં૧૨,૦૦૦ (લગભગ રૂ. ૯.૭૬ લાખ)માં વેચાયો છે.
સમાચાર અનુસાર, આ ગુચ્છામાં દરેક દ્રાક્ષની કિંમત લગભગ ૩૦ હજાર રૂપિયા છે. ફાયનાન્સિયલ એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે આ રૂબી રોમન દ્રાક્ષ હ્યોગો પ્રીફેક્ચરના અમાગાસાકીમાં સુપરમાર્કેટમાં વેચવામાં આવી હતી. વાસ્તવમાં આ ફળને હંમેશા મોંઘા ફળોની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે અને આ ફળ માત્ર સુપરમાર્કેટમાં જ ઉપલબ્ધ છે.
તેની ઊંચી કિંમતને લઈને જાપાનમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જાપાનમાં પ્રશંસા અને ગાઢ સંબંધોના પ્રતીક તરીકે મિત્રો અને પરિવારજનોને ફળ ભેટ આપવાની પરંપરા છે. તે જણાવે છે કે આવા ફળ તમારા પ્રિયજનોને કેવી રીતે ભેટમાં આપી શકાય.
જાપાનીઝ સુપરમાર્કેટ ઘણીવાર એવા ફળો વેચતા નથી જેમાં ખામી હોય અથવા યોગ્ય કદ ન હોય. ગુણવત્તાના ધોરણોનું પાલન થાય તેની ખાતરી કરવા માટે ફળો જાપાનમાં સખત નિરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. દ્રાક્ષને યોગ્ય રીતે ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે – સુપિરિયર, સ્પેશિયલ સુપિરિયર અને પ્રીમિયમ. પ્રીમિયમ તરીકે લાયક બનવા માટે, દ્રાક્ષ સંપૂર્ણ હોવી જાેઈએ.
અહેવાલો સૂચવે છે કે ૨૦૨૧ માં રોમન દ્રાક્ષની માત્ર બે બેચને પ્રીમિયમ ગ્રેડ તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માં કોઈ પણ લાયકાત ધરાવતા ન હતા.SS1MS