ભારતી અને હર્ષના લગ્નમાં મહેમાનોએ કરી હતી ખરાબ વાતો
મુંબઈ, મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર અવારનવાર ટ્રોલ થતી રહે છે…ક્યારેક રિવિલિંગ કપડાના લીધે, ક્યારેક તેની ચાલવાની સ્ટાઈલના લીધે તો ક્યારેક ૧૨ વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરવા માટે.
તેના રિયાલિટી શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકાના લેટેસ્ટ એપિસોડમાં બોલિવુડ ડીવાએ ટ્રોલ્સ વિશે વાત કરી હતી અને તેની સાથે કોમેડિયન ભારતી સિંહ જાેડાઈ હતી, તેણે પણ પોતાને થયેલા ટ્રોલિંગના કડવા અનુભવ વિશે શેર કરતાં ઈમોશનલ થઈ હતી.
એપિસોડ દરમિયાન, ભારતીએ તે દિવસોને યાદ કર્યા હતા કે, કેવી રીતે હર્ષ લિંબાચિયા સાથે લગ્ન થયા તે જ દિવસે મહેમાનોએ તેના વિશે ખરાબ વાતો કહી હતી. તેને તેના પરિવાર તરફથી પણ મહેણાં-ટોણાં સાંભળવા પડ્યા હતા.
ભારતી સિંહે ‘છોકરીઓ આટલું નથી ખાતી’, ‘આગળ જઈને શું કરીશ’ તેમજ ‘તારા લગ્ન નહીં થાય’ સહિતની ટિપ્પણીઓ સાંભળી પડી હતી. જ્યારે લગ્નની તસવીરો શેર કરી ત્યારે લોકોએ ભારતી અને હર્ષને ‘હાથી અને કીડીની જાેડી’ ગણાવી હતી.
આ સિવાય કેટલાક તેમને ‘મા-દીકરો’ હોવાનું કહેતા હતા. તો કેટલાક કહેતા કે, ભારતી પોપ્યુલર છે અને તેની પાસે પૈસા છે તેથી જ હર્ષે તેની સાથે લગ્ન કર્યા હશે. આટલું કહેતા જ તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
મલાઈકા અરોરા પણ આવા સમયમાંથી પસાર થઈ ચૂકી હોવાથી ભારતી સિંહને સારી રીતે સમજી શકતી હોવાનું કહ્યું હતું અને સાંત્વના આપતાં આવા લોકોને ગંભીરતાથી ન લેવા કહ્યું હતું. તેના પર ભારતીએ કહ્યું હતું ‘જે લોકો તને અથવા મને ટ્રોલ કરી છે, જાે આપણે તેમની સામે જઈશું તો એક શબ્દ પણ નહીં બોલી શકે. આ દેશમાં છોકરીઓને લક્ષ્મી માનવામાં આવે છે.
પરંતુ જે લોકો ટ્રોલ કરે છે તે કોણ છે? શું તેમના ઘરે માતા કે બહેન નથી?’. જણાવી દઈએ કે, ‘કોમેડી સર્કસ’ શો દરમિયાન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મિત્રતા થઈ હતી. આશરે ચાર-પાંચ વર્ષની મિત્રતા બાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા.
એકબીજાને સારી રીતે જાણ્યા બાદ આ સંબંધને આગળ લઈ જવાનું નક્કી કર્યું હતું અને ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. આ વર્ષના એપ્રિલમાં તેમના ઘરે દીકરા લક્ષ્યનો જન્મ થયો હતો, જેને તેઓ પ્રેમથી ‘ગોલા’ કહીને બોલાવે છે.SS1MS