Western Times News

Gujarati News

રશિયામાં પેરાશૂટ ડાઈવર્સ લઈને જતું વિમાન તૂટી પડયુંઃ ૧૬ના મોત

વિમાનમાં પેરાશૂટ ડાઈવર્સ સવાર હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સાત ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે

રશિયા,  રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં ૧૬ લોકોના મોત થયા હતા અને ૭ ઘાયલ થયા હતા.
ઇમરજન્સી સર્વિસે સ્પુટનિકને જણાવ્યું કે ૭ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. At least 16 people died and several were injured in a plane crash in the Tatarstan region of Russia

બાકીના ૧૬ જીવિત હોવાના કોઈ સંકેત નથી. કટોકટી મંત્રાલયે કહ્યું કે વિમાનમાં પેરાશૂટ ડાઈવર્સ સવાર હતા. સ્થાનિક આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સાત ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.

આ વિમાન લેટ ન્-૪૧૦ ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળા ટૂંકા અંતરનું પરિવહન વિમાન હતું. તાજેતરના વર્ષોમાં રશિયન ઉડ્ડયન સલામતીના ધોરણોમાં સુધારો થયો છે, પરંતુ દૂરના વિસ્તારોમાં જૂના વિમાનો પર અકસ્માતો ઘટ્યા નથી.
આ અગાઉ એક એન્ટોનોવ છહ-૨૬ પરિવહન વિમાન ગયા મહિને રશિયાના દૂર પૂર્વમાં ક્રેશ થયું હતું,

જેમાં છ લોકોના મોત થયા હતા. તે જ સમયે, આ વર્ષે જુલાઈમાં, કામટોકામાં એન્ટોનોવ એન -૨૬ ટ્‌વીન એન્જિન ટર્બોપ્રોપ પર સવાર તમામ ૨૮ લોકો માર્યા ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.