Western Times News

Gujarati News

મધ્યપ્રદેશની સ્કૂલમાં એક જ સિરિંજથી ૩૦થી વધુ બાળકને વેક્સિન લગાવાઈ

સ્કૂલમાં કોરોના વેક્સિનેશનમાં ગંભીર બેદરકારી-બાળકોને વેક્સિન લગાવનારે દાવો કર્યો કે, અધિકારીઓ દ્વારા માત્ર એક જ સિરીંજ આપવામાં આવી હતી 

સાગર,  મધ્યપ્રદેશના સાગર ખાતે એક ખાનગી સ્કૂલમાં કોરોના વેક્સિનેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યાં જૈન પબ્લિક સ્કૂલમાં કોવિડ વેક્સિનેશન દરમિયાન એક જ સિરીંજથી ૩૦થી વધુ બાળકોને વેક્સિન લગાવવામાં આવી છે. સ્કૂલમાં બાળકો માટે કોરોના વેક્સિનેશનનો કેમ્પ લગાવવામાં આવ્યો હતો. At least 30 school students were given COVID-19 vaccine with the same syringe on Wednesday in Madhya Pradesh’s Sagar.

વેક્સિનેશન અભિયાન દરમિયાન કેટલાક માતા-પિતાએ એ ફરિયાદ કરી છે કે, વેક્સિનેટરે એક જ સિરિંઝથી એકથી વધુ બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

વેક્સિન લગાવનાર જિતેન્દ્રએ દાવો કર્યો હતો કે, અધિકારીઓ દ્વારા માત્ર એક જ સિરીંજ આપવામાં આવી હતી અને વિભાગના પ્રમુખ દ્વારા બધા બાળકોના એકસાથે વેક્સિનેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના માતા-પિતા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં જિતેન્દ્રએ કહ્યું કે, હું તેનું નામ નથી જાણતો.

શું તમને ખબર છે કે, એક સિરીંજનો ઉપયોગ ઘણા લોકોને ઈન્જેક્શન આપવા માટે નહીં કરવો જાેઈએ એવું પૂછવા પર જિતેન્દ્રએ જણાવ્યું કે, મને ખબર છે. ‘તેથી જ મેં તેમને પૂછ્યું કે, શું મારે એક જ સિરીંજનો ઉપયોગ કરવાનો છે અને તેણે ‘હા’ કહ્યું.

આમાં મારો શું વાંક? મને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે મેં કર્યું.’ફરિયાદ ગંભીર હોવાને કારણે પ્રભારી કલેક્ટર ક્ષિતિજ સિંઘલે તાત્કાલિક મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીને નિર્દેશ આપ્યો છે. તેમને ત્યાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, એક જ સિરીંજથી વેક્સિનેશન કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન વેક્સિનેટર ઉપસ્થિત નહોતો. વેક્સિન અને વેક્સિન લગાવવાનો સામાન સવારે જિલ્લા વેક્સિનેશન અધિકારીના નિર્દેશનમાં મોકલવામાં આવ્યું છે.

વેક્સિનેટરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. આ કેસમાં જિલ્લા વેક્સિનેશન અધિકારી ડો.રાકેશ રોશન સામે વિભાગીય તપાસ કરીને કાર્યવાહી કરવા વિભાગીય કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

તંત્રને રસીકરણ મહાઅભિયાન હેઠળ કામમાં બેદરકારી બદલ ગોપાલગંજ પોલીસ સ્ટેશનમાં વેક્સિનેટર વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.