નાગપુરની ગન પાઉડર બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટઃ પાંચનાં મોત

(એજન્સી)નાગપુર, નાગપુર શહેરની પાસે ગન પાઉડર બનાવતી એક ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ૫ લોકોનાં મોત થયા છે. જ્યારે ૫ કર્મચારીઓ ઘાયલ થયા છે.
At least 5 killed and 5 others injured in blast at explosives factory near Nagpur. The incident took place at Chamundi Explosive Pvt Ltd at Dhamna village under Hingna police station limits, around 25 km from here.#Nagpur #Explosion #Hingna #Killed pic.twitter.com/wbMc3ZSVld
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 13, 2024
આ પૈકીના ત્રણની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટના નાગપુરથી લગભગ ૨૫ કિલોમીટર દૂર ધમના ગામમાં ચામુડી એક્સપ્લોસિવ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. નાગપુર પોલીસ કમિશ્નરે કહ્યું કે ધમનામાં વિસ્ફોટક બનાવનારી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ૫ લોકોના મોત થયા છે અને ૫ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે વિસ્ફોટ બપોરે લગભગ એક વાગ્યે થયો હતો.
જ્યારે કર્મચારીઓ વિસ્ફોટક પેક કરી રહ્યાં હતા. પોલીસ હાલ ઘટના સ્થળે જ છે. દુર્ઘટનાના કારણોની હાલ તપાસ કરવામાં આવી રહી છે.ઘટના સ્થળ પર હાજર એનસીપી નેતા અનિલ દેશમુખે કહ્યું કે ધમના ગામની પાસે દારૂગોળો બનાવતી ફેક્ટ્રીમાં આ દુર્ઘટના બની છે. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.