મોટા લાલપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા અંબે માતાના મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના મોટા લાલપુર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા નવનિર્માણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. આ મહોત્સવ તા. ૮/૩/૨૦૨૩ થીતા. ૧૦/૩/૨૦૨૩ ના શુભ દિને અંબે માતા ના મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં મોટા લાલપુર ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આ મહોત્સવ ને દિપાવવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય આચાર્ય સુનિલભાઈ શાસ્ત્રી સરસોલી વાળા પૂજા વિધિ સાથે યજમાનો દ્વારા હોમાત્મક યજ્ઞો કરી મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટા લાલપુર ગામની બહેનોએ માતાજીના ગરબા તેમજ બોલ માડી અંબે જય જય અંબે ના જય ઘોષ દ્વારા ચાર ચાંદ લગાવવામાં આવ્યા હતા જ્યારે આ મહોત્સવમાં સમસ્ત ઠાકોર સમાજ, બાયડ માલપુર ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ,સાબર ડેરીના ચેરમેન પટેલ શામળભાઈ બાલાભાઈ, સાબર ડેરીના ડિરેક્ટર પટેલ સુભાષભાઈ નાથાભાઈ, પૂર્વ ડિરેક્ટર ઠાકોર નિગમ સોલંકી ભુપતસિંહ, તાલુકા સદસ્ય શ્યામ બાપુ, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ પરમાર માનસિંહ, તેમજ મોટા લાલપુર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો તથા તમામ સરપંચ શ્રીઓ વિગેરે મહાનુભવો એ આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી આ મહોત્સવ ને દિપાવ્યો હતો