સિધ્ધપુર ખાતે બલવંતસિંહ રાજપૂતે પવિત્ર મંદિરોની સ્વયં સફાઈ કરી

અરવડેશ્વર મહાદેવ મંદિરની શિખર પ્રતિષ્ઠામાં ૧૨.૩૯ લાખનુ અનુદાન પણ આપ્યું
અયોધ્યા ખાતે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના તમામ મંદિરોની સફાઈ કરવાનું આહવાન કરેલ જેને સમર્થન આપવાના ભાગરૂપે સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે સિદ્ધપુર બાવાજીની વાડી ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં અને સંત તપસ્વી દેવશંકર ગુરુ મહારાજના અરવડેશ્વર સ્થિત આશ્રમ પરિસરની સફાઈ કરી હતી
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીજીએ મહારાષ્ટ્રના નાસિક પંચવટી કાલા રામ મંદિર ખાતે સ્વયં સફાઈ કરીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી આથી ભાજપે ૧૪ થી ૨૧ જાન્યુઆરી સુધી તમામ મંદિરોની સફાઈ કરવાનું અભિયાન ચલાવેલ છે.
અરવડેશ્વર મહાદેવ ખાતે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧ કુંડી મહાયજ્ઞ- રુદ્ર શાંતિ યાગનું આયોજન મહાવદ એકાદશી બુધવાર તારીખ ૦૬/૦૩/૨૦૨૪ થી મહા વદ અમાવસ્યા તારીખ ૧૦/૦૩/૨૦૨૪ રવિવાર સુધી કરવામાં આવેલ છે વિક્રમ ગુરુ મહારાજના જણાવ્યા મુજબ યજ્ઞમાં કાળા તલથી એક કરોડ આહુતિ આપવામાં આવશે તેમજ પૂર્ણાહુતિના દિવસે સમગ્ર સિદ્ધપુર શહેરનો સામુહિક ભોજન સમારંભ યોજાશે
આ ધાર્મિક યાગને ધ્યાને રાખી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉત્તરાયણના પવિત્ર દિવસે અરવડેશ્વર મહાદેવ ખાતે બપોરે ૧૨.૩૯ કલાકે રુ.૧૨,૩૯૦૦૦/- દાનની જાહેરાત કરી અન્ય જરૂરી સહયોગ આપવાનું જણાવ્યું હતું