૪૫ વર્ષની ઉંમરે શમિતા શેટ્ટીએ આપ્યા ગ્લેમરસ પોઝ
મુંબઈ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેં’થી પોતાની સ્ટાર ઇમેજ બનાવનાર અભિનેત્રી શમિતા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
શમિતા શેટ્ટીએ ૨ ફેબ્રુઆરીએ પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. હાલમાં તે ૪૫ વર્ષની છે અને તે અનમેરિડ છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી શમિતા શેટ્ટીએ નાના પડદાના રિયાલિટી શો ‘બિગ બોસ ૧૫’થી પોતાની અલગ ઓળખ બનાવી હતી.
અભિનેત્રીએ રિયાલિટી શો જીત્યો નથી પરંતુ તેના અભિનયથી દર્શકોના દિલ ચોક્કસ જીતી લીધા હતા. શમિતા શેટ્ટીનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૭૯ના રોજ કર્ણાટકના મેંગલોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો. તે બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન છે.
કહેવાય છે કે શમિતા પોતાની બહેનની જેમ હિરોઈન બનવાનું સપનું જોતી હતી અને પોતાની બહેનના પગલે ચાલીને ફિલ્મોમાં પોતાની સફળતાનો એક અલગ ઈતિહાસ લખવા માંગતી હતી. પરંતુ કમનસીબે શિલ્પાની જેમ શમિતાનું કરિયર ફિલ્મોમાં ચાલ્યું નહીં.SS1MS