પેરિસ ઓલિમ્પિક્સમાં રામચરણે સિંધૂને રીઅલ રોકસ્ટાર ગણાવી
મુંબઈ, પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક્સનો ૨૬ જુલાઈથી પ્રારંભ થયો છે. તેમાં ૧૧૭ ભારતીય એથ્લીટ ૧૬ પ્રકારના સ્પોટ્ર્સમાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક ઈવેન્ટ માટે દુનિયાભરમાં એક્સાઈટમેન્ટ છે ત્યારે રામચરણ અને તેમની પત્ની ઉપાસના બેડમિન્ટન પ્લેયર પી.વી. સિંધૂને મળ્યા હતા.
રામચર-ઉપાસનાએ સિંધૂ સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યાે હતો અને સિંધૂને રીયલ રોકસ્ટાર ગણાવી હતી. રામચરણ અને ઉપાસનાએ કેપ્શનમાં જણાવ્યુ હતું કે, જીત કી ઔર. ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા. પી વી સિંધૂ તમે રીઅલ રોકસ્ટાર છો. પેરિસમાં આવીને ઉત્સાહ વધારવા બદલ સિંધૂએ રામચરણનો આભાર માન્યો હતો. ઓલિમ્પિકમાં ભાગ લઈ લઈ રહેલી ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ પણ છે.
જાણીતા ખેલાડીઓમાં બરછી ફેંકમાં નીરજ ચોપરા, મુંબઈની વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને બેડમિન્ટન પ્લેયર પી વી સિંધૂનો સમાવેશ થાય છે. ૨૦૨૦ ટોકયો ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ સાત મેડલ મેળવ્યા હતા. આ વખતે વધુ બહેતર પ્રદર્શન માટે દેશના કરોડો ચાહકો મીટ માંડીને બેઠાં છે.
પરિવાર સાથે પેરિસમાં ફરી રહેલા મેગા સ્ટાર ચિરંજીવીનો ફોટોગ્રાફ બે દિવસ પહેલાં વાઈરલ થયો હતો. તેમાં રામચરણ-ઉપાસના અને તેમનાં પત્ની સુરેખા પણ હતા. ચિરંજીવી અને પરિવારે ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભમાં ભાગ લીધો હતો.
સોહા અલી ખાન અને કુણાલ ખેમુ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારવાની સાથે સગાઈના ૧૦ વર્ષની ઉજવણી માટે પેરિસ પહોંચ્યાં છે. ૨૦૧૫માં તેમના લગ્ન થયા હતા અને ૧૦ વર્ષ અગાઉ પેરિસમાં સગાઈ થઈ હતી. પેરિસમાં જૂની યાદો તાજા કરતાં ફોટોગ્રાફ્સ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.
દીપિકા પાદુકોણે ૮૩ ફિલ્મનું ગીત ‘લહેરા દો’ શેર કરીને ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યાે હતો. અજય દેવગને પોસ્ટમાં, ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ભારતીયો માટે ગૌરવ સમાન ગણાવ્યા હતા. સુનિલ શેટ્ટીએ ગો ગ્લોરી હેશટેગ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલાડીઓને આત્મવિશ્વાસ અપાવ્યો હતો અને સમગ્ર દેશ તેમની પડખે હોવાની ખાતરી આપી હતી.SS1MS