ગુજરાતમાં આવેલા આ સ્થળે મહાભારત કાળમાં પાંડવોએ યજ્ઞ કર્યો હતો
જંબુસર તાલુકાના રામેશ્વર મહાદેવનો છે, અનેરો મહિમા
(પ્રતિનિધિ) ભરૂચ, દેવાધિદેવ મહાદેવ ની ભક્તિ નો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ.આ દિવસો માં શિવજી ની જેટલી આરધના કરીએ તેટલી ઓછી છે. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાથી ૩૮ કિલો મીટર ના અંતરે આવેલ નાડા ગામ પાસે કુદરત ના ખોળે આવેલ નયનરમ્ય વાતાવરણમાં મહાભારત કાળમાં પાંડવોએ યજ્ઞ કર્યો હતો અને દેવો એ પધરામણી કરી યજ્ઞ માં ભાગ લીધો ત્યાર થી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું.
ઢાઢર નદી કાંઠે ત્રણ શિવલીંગો છે જે ભગવાન રામચંદ્રજી એ સ્થાપના કરી હોવાથી રામેશ્વર તરીકે ઓળખાય છે. પૂર્વ દિશા એ ઢાઢર નદીનો મુખપ્રદેશ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ ખંભાતનો અખાત આમ ત્રણ બાજુ એ દરિયો હિલોળા લે છે. સામે ભાવનગર ધોધા બંદર આવેલું છે.
દેવજગન શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ યજ્ઞ દરમ્યાન એક વાનર સવારના સમયે મંદિરની નજીક યજ્ઞની પુર્ણાહુતી સુધી ફળ, ફૂલ અને પ્રસાદનો ત્યાગ કરી એક જ સ્થળે બેસી સમાધીમાં લીન થયેલ તે શિવ ભકત વાનરની સમાધી સ્વરૂપ નાની ડેરી બનાવેલ છે.
તાલુકા માં વાનર ની સમાધી હોય તેવું એકમાત્ર આ સ્થળ છે.દેવજગન માં દીવા દાંડી આજે પણ જાેવા મળે છે.દીવા દાંડી નું દરિયાઈ માર્ગ માટે ધણુ મહત્વ હતું.ટંકારી,કાવી બંદરો અંગ્રેજાે માટે અગત્ય ના હતા.સમય બદલાયો અને બંદરો નામશેષ થઈ ગયા. વન ખાતાની માહિતી પ્રમાણે સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો વૃક્ષ પણ અહી આવેલુ છે. જે ભરૂચ જીલ્લા માં ફક્ત બે જ સ્થળો પર આવેલ છે જેમાં એક સ્થળ દેવજગન છે.