Western Times News

Gujarati News

વડતાલ ધામમાં દેવોને 10 ટન કેસર કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

આણંદ, શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક આયોજનો થઈ રહ્યા છે. ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે. વડતાલ મંદિરમાં બીરાજતા દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેરીનો અન્નકુટ આમ્રોત્સવ ધરાવવામાં આવ્યો હતો.

આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે નીજ મંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે જે અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પુજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી

ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવામાં આવી હતી. હજ્જારો હરિભકતોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે ૮ થી ૧ર વાગ્યા સુધીમાં અંદાજીત ૭પ હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લીધો હતો સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમિયાન ૯૦મી રવિસભા અજરપુરાના રજનીકાંત ઉમેદભાઈ પટેલ તથા ગોપીબેન ધ્વુતીકુમાર પટેલના યજમાનપદે રાખવામાં આવી હતી.

રવિસભાના વકતાપદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી બિરાજી વચનામૃત કથાનું રસપાન કરાવ્યું હતું. જયારે આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો. સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકુટબાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.