ખંડાલામાં લગ્ન કરશે આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ
મુંબઈ, આથિયા શેટ્ટી અને કેઅલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે. બંને એકબીજાને તેમની પ્રોફેશનલ ડ્યૂટી પર કંપની પણ આપતાં રહે છે. તેઓ લગ્ન ક્યારે કરશે તેની રાહ જાેવાઈ રહી છે અને આ અંગેના કેટલાક રિપોર્ટ્સ પણ સામે આવી ચૂક્યા છે.
જાે કે, તેમાંથી એક પણ સાચા સાબિત થયા નથી. હવે, અમારા સહયોગી ઈટાઈમ્સના એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે, ૨૦મી જાન્યુઆરી બાદ સુનીલ શેટ્ટીના ઘરે ઢોલ ઢબૂકવાના છે. આથિયા અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ભવ્ય બંગલોમાં થવાના છે. એક્ટરનું ઘર પહાડોની વચ્ચે આવેલું હોવાથી ફાઈવ સ્ટાર રિસોર્ટને પણ ટક્કર મારે તેવું છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. તેમના લગ્ન એકદમ ખાનગી હશે.
ક્રિકેટ અને બોલિવુડની દુનિયાના કેટલાક જાણીતા સેલેબ્સ અને શેટ્ટી પરિવારના બિઝનેસ ફ્રેન્ડ્સ ફંક્શનમાં હાજરી આપશે તેવી શક્યતા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું પણ પ્લાનિંગ કર્યું છે. જેમાં એન્ટરટેન્મેન્ટ, સ્પોર્ટ્સ, બિઝનસ તેમજ રાજકારણના કેટલાક લોકો હાજર રહેશે. રિસેપ્શન લગ્ન બાદ તરત જ નહીં પરંતુ એપ્રિલમાં થવાનું છે.
આથિયા અને કેએલ રાહુલ પણ તેમના જીવનના આ ખાસ દિવસ માટે ખાસ તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, આથિયા આમ તો નિયમિત જિમ જાય છે, પરંતુ પોતાને પર્ફેક્ટ શેપમાં રાખવા માટે ડાયટિંગનું ચુસ્ત પાલન કરવા લાગી છે. સ્પેશિયલ ડે પર પર્ફેક્ટ દેખાવા માટે તેણે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ પાસેથી પ્રેરણા લીધી છે.
આ તમામ એક્ટ્રેસિસ પણ લગ્ન પહેલા ડાયટ પર રહી અને જંક ફૂડ ખાવાથી બચતી હતી. આથિયાએ પણ ડાયટમાં લિક્વિડ અને બાફેલા શાકભાજી લેવાનું શરૂ કર્યું છે.
આથિયા શેટ્ટી લગ્નના દિવસે ડિઝાઈનર લહેંગો પહેરશે. કેએલ રાહુલ પણ તેની સાથે ટિ્વનિંગ કરશે તેમ કહેવામાં આવી રહ્યું છે. બંનેએ તેમના મિત્રોને ૨૧થી ૨૩ જાન્યુઆરીની વચ્ચે ફ્રી રહેવા માટે કહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો, એક્ટ્રેસનો લહેંગો સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા બનાવી રહ્યો છે.
આથિયાના બર્થ ડે પર વિશ કરતાં કેએલ રાહુલે તેમના રિલેશનશિપને કન્ફર્મ કર્યા હતા. ત્યારબાદ ભાઈ અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ના સ્ક્રીનિંગમાં આથિયાએ કેએલ રાહુલ સાથે કપલ તરીકે એન્ટ્રી મારી હતી. આ દરમિયાન ક્રિકેટરનું શેટ્ટી પરિવાર સાથેનું બોન્ડિંગ જાેવા જેવું હતું.SS1MS