આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તૈયારી શરૂ

મુંબઈ, લો જી! ના ના કરતે કરતે, અંતે એ સમય આવી ગયો છે. ફાઈનલી શહેનાઈ સુનીલ શેટ્ટીના ઘરે વાગવા લાગી છે. તેમની વહાલી દીકરી આથિયા હવે લગ્ન કરીને પારકા ઘરે જતી રહેવાની છે. શેટ્ટી પરિવારમાં જમાઈ કેએલ રાહુલનું સ્વાગત થવા જઈ રહ્યું છે.
અરે હજુ સુધી તમે સમજ્યા નથી? અમે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન સમારોહની વાત કરી રહ્યા છીએ, જેના પર અત્યાર સુધી હા-ના, હા-ના જવાબો મળી રહ્યા હતા. પરંતુ હવે તેઓ ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં લગ્નના સાત ફેરા લેવાના છે.
કારણકે હવે તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના પાલી હિલનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આથિયા શેટ્ટી અને કેઅલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે.
બંને એકબીજાને તેમની પ્રોફેશનલ ડ્યૂટી પર કંપની પણ આપતાં રહે છે. તેઓ લગ્ન ક્યારે કરશે તેની રાહ જાેવાઈ રહી છે અને આ અંગેના કેટલાક રિપોર્ટ્સ પણ સામે આવી ચૂક્યા છે.
જાે કે તેમાંથી એક પણ સાચા સાબિત થયા નથી. હવે, અમારા સહયોગી ઈટાઈમ્સના એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે ૨૧મી જાન્યુઆરી થી સુનીલ શેટ્ટીના ઘરે ઢોલ ઢબૂકવાના છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, આથિયા અને કેએલ રાહુલના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલાવાળા સ્થિત ભવ્ય બંગલોમાં થવાના છે. એક્ટરનું ઘર પહાડોની વચ્ચે આવેલું હોવાથી ફાઈવ સ્ટાર રિસોર્ટને પણ ટક્કર મારે તેવું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ ઘરની સજાવટ સાથે શરૂ થઈ ગઈ છે. પાલી હિલના ઘરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આખી ઇમારત રોશનીથી ઝગમગી ઉઠે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આથિયા અને કેએલ રાહુલના લગ્ન ૨૩ જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં થશે. ૨૧ જાન્યુઆરીથી હલ્દી, સંગીત અને મહેંદીની વિધિ શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે.
તેમના લગ્ન એકદમ ખાનગી હશે. ક્રિકેટ અને બોલિવુડની દુનિયાના કેટલાક જાણીતા સેલેબ્સ અને શેટ્ટી પરિવારના બિઝનેસ ફ્રેન્ડ્સ ફંક્શનમાં હાજરી આપશે તેવી શક્યતા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું પણ પ્લાનિંગ કર્યું છે.
જેમાં એન્ટરટેન્મેન્ટ, સ્પોર્ટ્સ, બિઝનસ તેમજ રાજકારણના કેટલાક લોકો હાજર રહેશે. રિસેપ્શન લગ્ન બાદ તરત જ નહીં પરંતુ એપ્રિલમાં થવાનું છે. જાેકે આ પાવર કપલના ગેસ્ટ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા સેબિબ્રિટી સામેલ છે.SS1MS