Western Times News

Gujarati News

ગેંગસ્ટર અતીક અહેમદને આઠ ગોળીઓ વાગી હતી

ઘટનામાં અશરફ અહેમદને ૫ ગોળીઓ વાગી હતી

પ્રયાગરાજ,  ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને પ્રયાગરાજમાં મીડિયાના કેમેરા સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ર્નિભય હુમલાખોરોએ પહેલા અતીક અહેમદને ગોળી મારી અને પછી અશરફ અહેમદને નિશાન બનાવ્યા.

આ ગોળીબારમાં બંને ભાઈઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોટી વાત એ છે કે આ ફાયરિંગ પોલીસની સામે જ થયું હતું. જ્યારે અતીક અને અશરફ પર ગોળી ચલાવવામાં આવી ત્યારે બંને હાથકડીમાં હતા. આ ઘટનાએ ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ પૂરું થઈ ગયું છે. જેમાં અતીકને ૮ ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. પહેલી ગોળી તેના ડાબા કાન પર વાગી. કુલ ૨૨ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, અતીક અહેમદને ૮ જ્યારે અશરફને ૫ ગોળી વાગી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ (૬૦) અને તેના ભાઈ અશરફની હત્યા બાદ આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન શૂટર્સ અતીક અને અશરફ ગેંગને ખતમ કરીને યુપીમાં પોતાની ઓળખ બનાવવા માગતા હતા.

આ હત્યા કેસના સંબંધમાં નોંધાયેલી હ્લૈંઇમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. પોલીસે જણાવ્યું કે પ્રયાગરાજના ધુમનગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ રાજેશ કુમાર મૌર્યએ શાહગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. અતીક અહેમદ અને

અશરફની હત્યામાં લવલેશ તિવારી (બંદા), મોહિત ઉર્ફે સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ-એટાહ) સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ હુમલા દરમિયાન લવલેશ તિવારીને પણ ગોળી વાગી હતી અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.