Western Times News

Gujarati News

અતીકની બેગમ શાઈસ્તાને પોલીસે માફિયા ગુનેગાર જાહેર કરી

પ્રયાગરાજ, પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીનને પોલીસે માફિયા જાહેર કરી દીધી છે. પોલીસે પોતાની એફઆઈઆરીમાં શાઈસ્તા પરવનીને માફિયા ગુનેગાર દર્શાવી છે. એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, શાઈસ્તા પરવીન પોતાની સાથે શૂટર રાખે છે. Atiq’s Begum Shaista was declared a mafia criminal by the police

ઉમેશ પાલ શૂટઆઉટમાં આરોપી અને પાંચ લાખના ઈનામી સાબીરને શાઈસ્તા પરવીનનો શૂટર બતાવવામાં આવ્યો છે. પ્રયાગરાજના ધૂમનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ કુમાર મોર્યે ૨ મેના રોજ પોતાના જ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાવી હતી. શાઈસ્તા પરવીન પોતાના દીકરા અસદના જે દોસ્ત આતીન ઝફરના ઘરે રોકાઈ હતી ત્યાં દરોડા પાડ્યા બાદ પોલીસે આ એફઆઈઆર નોંધી હતી.

૧૫ એપ્રિલના રોજ અતીક અહેમદની હત્યા બાદ તેની દફનવિધિમાં સામેલ થવા માટે ૧૬ એપ્રિલના રોજ શાઈસ્તા આતીન ઝફરના ઘરે રોકાઈ હતી. ૨ મેના રોજ આતીનની ધરપકડ બાદ પોલીસે પોતાના દ્વારા તેની વિરુદ્ધમાં એક એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં શાઈસ્તા પરવીનને માફિયા ગુનેગાર બતાવવામાં આવી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, શાઈસ્તા પરવીન અને તેના શૂટરોને આતીને આશરો આપ્યો હતો. ઈનામી ગુનેગાર સાબીરને શાઈસ્તા પરવીનનો શૂટર બતાવવામાં આવ્યો છે. ચર્ચા છે કે, પોલીસ હવે ટૂંક સમયમાં શાઈસ્તા પરવીનનું નામ માફિયાઓની યાદીમાં નાખવાની તૈયારીમાં છે.

બીજી તરફ, ઉમેશ પાલની હત્યા બદ ગુડ્ડુ મુસ્લિમે અનેક દિવસો સુધી કૌશાંબીના અવધન ગામમાં આશરો લીધો હતો. આ ગામના એક ફાર્મ હાઉસમાં ગુડ્ડુ મુસ્લિમ કેટલાંક દિવસો સુધી રોકાયો હતો. આ ફાર્મ હાઉસ અતીક અહેમદના ખૂબ જ નજીકના શમીમ અને નસીમનું છે. શમીમ અને નસીમ બંને સગા ભાઈઓ છે.

પોડાશના ગામનો એક પ્રધાન પણ આશરો આપવામાં સામેલ હતો. બીજી તરફ, એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, રાજુ પાલ મર્ડર કેસમાં ૧૮ વર્ષથી ફરાર આરોબી અબ્દુલ કવિએ ગુડ્ડુ મુસ્લિમને હથિયારો પૂરા પાડ્યા હતા. બાદમાં પોલીસ અને પીએસસીએ અહીં દરોડા પાડ્યા હતા. જાે કે, દરોડા પહેલાં જ ગુડ્ડુ મુસ્લિમ અહીંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસના દરોડા બાદ ફાર્મ હાઉસના માલિક શમીમ અને નસીમ પણ સતત ફરાર છે. પોલીસ પણ આ આરોપીઓને શોધી રહી છે. અવધન ગામ કોશાંબી જિલ્લાના પિપરી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.