ATMમાંથી હવે નહીં નિકળે 2000ની નોટ
નવી દિલ્હી, હવે ATMમાંથી બે હજાર રૂપિયાની નોટ નહીં મળે. રિઝર્વ બેંકમાંથી બે હજારની નોટ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. બેંક પણ એટીએમ મશીનમાંથી બે હજારની નોટવાળા કેલિબર કાઢવા લાગી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શરૂઆત કરી દીધી છે. સેન્ટ્રલ બેંક પોતાના 58 એટીએમ મશીનમાંથી કેલિબર કાઢી નાખ્યા છે. અન્ય બેંકોનું પણ કહેવુ છે કે, હવે એટીએમમાં ફક્ત 100,200 અને 500 રૂપિયાની નોટ જ લોડ કરવામાં આવશે.
સેન્ટ્રલ બેંકના મંડલ પ્રમુખ એલબી ઝાનું કહેવુ છે કે, કેટલાય મહિનાઓથી આરબીઆઈમાંથી બે હજારની નોટ નથી મળતી. બજારમાંથી પણ બે હજારની નોટ ધીમે ધીમે ગાયબ થઈ રહી છે. એક એવા પણ સમાચાર આવી રહ્યા છે કે, આરબીઆઈએ બે હજારની નોટ છાપવાનું બંધ કરી દીધુ છે. બે હજારની નોટની તંગી સર્જાતા બેંકોએ પણ કેલિબર હટાવીને 500ના લગાવી દીધા છે. જેથી કરીને વધુમાં વધુ નોટ એટીએમ મશીનમાં લોડ કરી શકાય.