ATMમાંથી ૧.૧૨ કરોડ ચોરાતા બચી ગયા, બે ઝબ્બે
વલસાડ: વાપીમાં આવેલી એક ખાનગી બેંકના એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ થયો હતો. જાેકે આરોપીઓ મશીન તોડવામાં નિષ્ફળ જતાં મશીનમાં લોડ કરવામાં આવેલા ૧.૧૨ કરોડ રૂપિયા બચી ગયા હતા.
જાેકે ચિકાવાનારી વાત એ છે કે બેંકના એ ટી એમ મશીનમાં કરોડો રૂપિયા લોડ કર્યા હોવા છતાં બેંક દ્વારા બેદરકારી દાખવી રાત્રીના સમયે કરોડો રૂપિયા ભરેલા એટીએમ મશીન સિક્યુરિટી ગાર્ડ વિના રાત્રે રામ ભરોશે છોડી દેવામાં આવી હતી. અદ્યોગિક નગરીમાં ફરી એક વાર તસ્કર ગેંગ સક્રિય બની છે. જીઆઈડીસી અને રહેણાંક વિસ્તાર બાદ હવે એટીએમ સેન્ટરમાં ચોરીને અંજામ આપતી ગેંગના કારણે વાપીવાસીઓ માં ફફડાટ વ્યાપ્યો હતો.
ત્યારે ગત ૧૨ ફેબ્રુઆરી ના રોજ રોજ વાપી સેલવાસ રોડ પર આવેલી આઈડીએફસી ફસ્ટ બેંક નામની બેંકના એટીએમને રાત્રે તોડવાનો પ્રયાસ થયો હતો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના કારણે બેકના અધિકારીઓના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે આ એટીએમમાં ૧.૨૨ કરોડ જેવી બતમાર રકમ હતી. જાેકે બેકના અધિકારીઓ એ સવારે આવતા એટીએમની તપાસ કરતા જીવમાં જીવ આવ્યો હતો.
આ એ ટી એમ ને તોડવામાં ચોરટાઓ નિષ્ફળ નીવડ્યા હતા. ત્યારે એ ટી એમમાં રાખવામાં આવેલ સી સી ટીવી ની તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક ચોર ક મોઢે માસ્ક બાંધી અને રાત્રે એટીએમ મશીનની કેબીનમાં પ્રવેશ્યો હતો.
અને ત્યારબાદ કેબિનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજનું ડાયરેક્શન બદલી અને એટીએમ મશીન ને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે લાંબા સમય સુધી એટીએમ મશીન નહીં તૂટતાં આખરે આરોપી કઈ લીધા વિનાજ ખાલી હાથે એટીએમ મશીનમાંથી પરત ફરે છે. જાેકે ઘટના અંગે બેંકના સિક્યોરિટી ગાર્ડને બનાવની જાણ થતા જ બેંક મેનેજરને જાણ કરી હતી. આથી મામલો વાપી ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં એટીએમ મશીનની બહાર અને અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં એટીએમ મશીનને તોડવાના નિષ્ફળ પ્રયાસ ના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આથી આ સીસીટીવી ફૂટેજના આધારે વલસાડ ની પોલીસ આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી.
તેમ જ ગણતરીના દિવસમાં જ વલસાડ એલસીબી પોલીસને સફળતા મળી છે. અને વાપી સેલવાસ રોડ પર આઈડીએફસી ફસ્ટ બેંક નામની બેન્કના એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે મોબાઇલ અને એટીએમ મશીન તોડવા માટે વાપરવામાં આવેલા સાધન પણ કબજે કર્યું છે.